ટ્રાફિક દંડ ભરવામાં અમદાવાદીઓ એકદમ પાછળ, એક કારચાલકે ઈ-મેમો મેળવવામાં રેકોર્ડ બનાવ્યો
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ :અમદાવાદ(Ahmedabad) માં ટ્રાફિક પોલીસ (traffic police) દ્વારા નિયમોના ભંગ કરનારને દંડ આપવામાં આવે છે, પણ અમદાવાદવાસીઓ આ દંડ ભરતા જ નથી. જેના કારણ કે, છેલ્લા 4 વર્ષમાં 55 કરોડથી વધારાનો દંડ ટ્રાફિક નિયમો (traffic Rules) નો ભંગ કરનાર શહેરવાસીઓ ભર્યો જ નથી. ટ્રાફિક દંડ ભરવામાં અમદાવાદવાસીઓ એકદમ પાછળ છે. છેલ્લા 4 વર્ષમાં 55 કરોડનો દંડ અમદાવાદીઓએ ભર્યો નથી. તો 4 વર્ષમાં 24 કારોડ રૂપિયા ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી વસૂલાયા છે. ત્યારે આ વચ્ચે એક અમદાવાદની ચોંકાવનારી માહિતી સામે આવી છે. અમદાવાદમાં એક કાર ચાલકે પોતાના 111 મેમોનો દંડ હજી સુધી ભર્યો નથી.
અમદાવાદવાસીઓ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે અને ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતના બનાવોને નિવારી શકાય તે માટે નિયમોનો ભંગ કરનાર લોકોને દંડ કરવામાં આવે છે. પણ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકો દંડ જ ભરતા નથી. જેના કારણે છેલ્લા 4 વર્ષમાં ટ્રાફિકના નિયમો તોડનાર લોકો પાસેથી માત્ર 24 કરોડ રૂપિયા વસૂલ કરાયા છે, પણ તેનાથી બમણા એટલે 55 કરોડથી વધારાનો દંડ શહેરવાસીએ ભર્યો જ નથી. અમદાવાદના એક કાર ચાલકે તો પોતાના 111થી પણ વધારે મેમો નો દડ જ નથી ભર્યો .ત્યારે હવે આવા લોકો સામે ટ્રાફિક પોલીસે લાલા આંખ કરી છે અને તેમની સામે કાર્યવાહી શરૂ કરાશે તેવું ડીસીપી ટ્રાફિક અજિય રાજિયાણે જણાવ્યું હતું.
- 5થી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનાર 14000 લોકોએ દંડ નથી ભર્યો
- ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 5થી વધુ મેમો નહિ ભરનાર 1400 લોકોએ 35 કરોડનો દંડ ભર્યો નથી
- દંડ નહિ ભરનાર લોકો માટે પોલીસ તેમજ રિકવરી સકોર્ડ રકમ રિકવર કરશે
- મેમો નહિ ભરનાર લોકોની આરસી તેમજ લાઈસન્સ કેન્સલ કરાશે
શહેરમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે ટ્રાફિક ડ્રાઈવ યોજાતી હોય છે અનેક કાર્યક્રમો પણ થતા હોય છે. લોકોની સલામતી માટે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સૂચના અપાય છે. પણ અમદાવાદવાસીઓ ટ્રાફિકના નિયમોને ગાંઠતા જ નથી. એક-બે નહિં, પરંતુ પાંચ-પાંચ મેમો નહિ ભરનારની સંખ્યા 1400 પર પહોંચી ગઈ છે. એટલે કે 5થી વધારે મેમોના આવ્યા હોય પરંતુ, ભર્યા ન હોય તેવા 1400 લોકો છે. જે તેમને દંડ પેટે ભરવાના 35 કરોડ રૂપિયા ભરતા જ નથી અને દર વર્ષે આ સંખ્યામાં વધારો જ થતો જાય છે. જો કે હવે આવા 5થી વધારે મેમો જે વાહનચાલકોના બાકી છે, તેવા લોકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે અને આ તમામ લોકોને પહેલા ટ્રાફિક પોલીસ દ્વારા નોટિસ અપાશે અને ત્યાર બાદ નોટિસ આપ્યાના 10 દિવસમાં દંડ ભરવો પડશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે