બેબી ડોલ કનીકા કપૂરે પાથર્યો સૂરોનો જાદૂ, અમદવાદીઓ ઝૂમી ઉઠ્યા

વીવો પ્રો કબડ્ડી લીગ સિઝન-7ની સેમી ફાઇનલ પૂર્વે ઈકા અરેના બાય ટ્રાન્સસ્ટેડિયા ખાતે દબંગ દિલ્હી સાથે બેંગલૂરૂ બુલ્સ અને તે પછી બેંગાલ વોરિયર્સ સાથે યુ મુમ્બાની ટક્કર પહેલા કનીકા કપૂરે પર્ફોર્મન્સ કર્યું હતું. 

બેબી ડોલ કનીકા કપૂરે પાથર્યો સૂરોનો જાદૂ, અમદવાદીઓ ઝૂમી ઉઠ્યા

અમદાવાદ: પ્રો કબડ્ડી સીઝન 7ની પ્લે ઓફની મેચ અમદાવાદમાં આવેલા કાંકરિયા સ્થિત ટ્રાન્સ્ટેડિયા ખાતે રમાઈ રહી છે ત્યારે સેમી ફાઈનલ મેચમાં જાણીતા સિંગર કનિકા કપૂર ખાસ મહેમાન બન્યા હતા. કબડ્ડીની સેમી ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલાં જાણીતા સિંગર કનિકા કપૂરનો લાઈવ કોન્સર્ટ પણ યોજાયો જેમાં કનિકા કપૂરે પોતાના સૂરનો જાદુ રેલાવ્યો હતો સાથે જ ઓડિયન્સની ફરમાઈશ મુજબના ગીતોથી ઓડિયન્સના દિલ જીત્યા હતા.

કનિકા કપૂરે કેટલાક હીટ ગીતો ગાયા હતા અને તેના તાલે ચાહકો ઝૂમી ઉઠ્યા હતા. તેણે પોતાના જાણીતા ગીતો બેબી ડોલ, ચીટીયા કલૈયા અને અન્ય ઘણાં ગીતો ગાયા હતા, જે ચાહકોને ખૂબ જ ગમી ગયા હતા. વીવો પ્રો કબડ્ડી લીગની સિઝન -7ની સેમી ફાઇનલ પહેલાં મનોરંજન પૂરૂ પાડ્યું હતું. પ્રથમ સેમી ફાઇનલ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલા દબંગ દિલ્હી અને ગઈ વખતના ચેમ્પિયન બેંગલૂરૂ  બુલ્સ વચ્ચ ટક્કર થઈ હતી. તે પછી બેંગાલ વોરિયર્સ અને યુ મુમ્બા એક બીજા સાથે ટકરાયા હતા. ફાઇનલમાં પહોંચવા માટેની અને પ્રતિષ્ઠીત ટ્રોફી મેળવવાની સ્પર્ધા ખૂબ જ તિવ્ર હતી.

પ્રસિધ્ધ ગાયિકા કનીકા કપૂરે બેબી ડોલ ગીત ગાયા પછી જણાવ્યું હતું કે "મને હંમેશા અમદાવાદમાં કાર્યક્રમ આપવો ગમે છે. હું અહિં આવ્યાનો ખૂબ જ આનંદ અનુભવું છું. હું નાની હતી ત્યારે કબડ્ડી રમતી હતી અને અંચાઈ કરતી હતી, પરંતુ અહિં આવ્યા પછી મેં ગીતો ગાવામાં કોઈ અંચાઈ કરી નથી. રમતગમત અને મનોરંજનના મિશ્રણનો પ્રો કબડ્ડી લીગમાં ખૂબ સારો કન્સેપ્ટ રજૂ થયો છે, કારણ કે દર્શકોને બંને ક્ષેત્રનું ઉત્તમ મનોરંજન મળી રહે છે."

કનિકા કપૂરે જણાવ્યું હતું કે અગાઉ પણ બે વખત તેઓ અમદાવાદમાં આવી ચુક્યા છે તો સાથે જ આ વખતે પ્રથમ વખત અમદાવાદમાં તેમનો લાઈવ કોન્સર્ટ યોજાયો હતો જેમાં તેમને ઓડિયન્સ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.તો સાથે જ ઝી 24 કલાક સાથે વાતચીત કરતા ઉત્તર પ્રદેશના લખનઉમાં જન્મેલા કનિકા કપૂરે સુપ્રીમ કોર્ટમાં જે કેસની સુનાવણી પુર્ણ થઈ છે એવા દેશના સૌથી વધુ ચર્ચિત રામ જન્મભૂમિ મામલે પણ પોતાનો મત રજૂ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news