IND vs SL: સંજૂ સેમસન ઈજાને કારણે ટી20 સિરીઝમાંથી બહાર, આ નવા ખેલાડી અચાનક ટીમમાં કરાયો સામેલ
ભારતીય ક્રિકેટ બોર્ડે માહિતી આપી છે કે સંજૂ સેમસન ઈજાને કારણે શ્રીલંકા સામે બાકીની બે ટી20 મેચમાંથી બહાર થઈ ગયો છે. પસંદગી સમિતિએ તેના રિપ્લેશમેનની જાહેરાત પણ કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Ind vs SL 2nd T20: ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સિરીઝનો બીજો મુકાબલો ગુરૂવારે પુણેમાં રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો બેટર સંજૂ સેમસન ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સેમસન બહાર થતાં પસંદગી સમિતિએ જીતેશ શર્માને ટીમમાં સામેલ કર્યો છે. નોંધનીય છે કે જીતેશ શર્મા આઈપીએલ-2022માં પંજાબ કિંગ્સ તરફથી રમતો જોવા મળ્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20 મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં અને અંતિમ ટી20 મેચ 7 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.
ફીલ્ડિંગ સમયે થઈ હતી ઈજા
પ્રાપ્ત માહિતી અનુસાર સંજૂ સેમસન ટીમ સાથે પુણે ગયો નથી. સંજૂ પ્રથમ ટી20 મેચ બાદ મુંબઈમાં જ રોકાયો છે. શ્રીલંકા સામે મંગળવારે રમાયેલી પ્રથમ ટી20 મેચ દરમિયાન સંજૂ સેમસન ઈજાગ્રસ્ત થયો હતો. ફીલ્ડિંગ કરવા દરમિયાન તેને ઘુંટણમાં ઈજા થઈ હતી. હવે બીસીસીઆઈએ કહ્યું કે, તે ટી20 સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે નહીં.
NEWS - Sanju Samson ruled out of the remainder of T20I series.
The All-India Senior Selection Committee has named Jitesh Sharma as replacement for Sanju Samson.
More details here - https://t.co/0PMIjvONn6 #INDvSL @mastercardindia
— BCCI (@BCCI) January 4, 2023
જીતેશ શર્માને લાગી લોટરી
સંજૂ સેમનસ ઈજાગ્રસ્ત થતાં પસંદગી સમિતિએ જીતેશ શર્માને ટીમમાં સામેલ કર્યો છે. જીતેશ શર્મા વિકેટકીપર બેટર છે. તે આઈપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી રમે છે. વર્ષ 2022ની આઈપીએલમાં જીતેશ શર્મા પોતાની આક્રમક બેટિંગને કારણે ચર્ચામાં આવ્યો હતો. પરંતુ ઈશાન કિશન ટીમમાં મુખ્ય વિકેટકીપર તરીકે સામેલ છે. એટલે જીતેશ શર્માને પ્લેઇંગ 11માં તક મળે તેની શક્યતા ઓછી છે.
ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા, વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે