અમદાવાદના મેયરના સન્માન કાર્યક્રમનો ફિયાસ્કો, આંગળીના વેઢે ગણાય એટલા વિદ્યાર્થીઓ આવ્યા
GSEB Gujarat Board HSC Result 2023 Out : અમદાવાદ મેયર દ્વારા આયોજિત સન્માન કાર્યક્રમનો ફિયાસ્કો... ધો.12ના તેજસ્વી તારલાઓનું કરવાનું હતું સન્માન... માત્ર 10 વિદ્યાર્થીઓ જ આવતાં કાર્યક્રમનો થયો ફિયાસ્કો...
Trending Photos
GSEB HSC Science Topper : આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રીએ આપેલા આંકડા અનુસાર, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 65.58 ટકા પરિણામ આવ્યું છે. 72,166 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. હળવદ કેન્દ્ર 90 ટકાથી ઉપર પ્રથમ ક્રમે છે. તો લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછુ પરિણામ છે. આવામાં અમદાવાદના મેયર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામા કરવામાં આવ્યુ હતું. પરંતુ આંગળીના વેઢે ગણાય એટલા વિદ્યાર્થીઓ આવતા સમગ્ર કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.
અમદાવાદ મેયર દ્વારા ધોરણ-12 સાયન્સની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. અમદાવાદના મેયર કિરીટ પરમાર ધોરણ 12ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવાના હતા. પરંતું અમદાવાદ શહેરનું પરિણામ ઓછું આવતા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં પહોંચ્યા જ ન હતા. ટાગોર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ગેરહાજર હતા, અને AMC ના મોટા હોદ્દેદારો હાજર દેખાયા હતા. માત્ર 10 જ વિદ્યાર્થીઓ આવતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં માત્ર 5438 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ કારણે સન્માન કાર્યક્રમમાં આવેલા પદાધિકારીઓ દોડતા થયા હતા. અમદાવાદ શહેરનું માત્ર 65 ટકા જ પરિણામ આવ્યું છે. તો બીજી તરફ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં નિરસતા જોવા મળી.
સન્માન માટે શહેરના મેયર કિરીટ પરમાર, ચેરમેન હિતેશ બારોટ, સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા, શહેરના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ હાજર રહ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, જેમનુ સન્માન થવાનુ હતુ તેના કરતા તો અધિકારીઓની સંખ્યા વધુ હતું. કાર્યક્રમમાં માત્ર 10 છોકરાઓ હાજર રહ્યા હતા.
સમગ્ર રાજ્યમાંથી માત્ર 72,166 વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રવાહમાં પાસ થયા છે. અમદાવાદ શહેરમાં માત્ર 5438 અને અમદાવાદ ગ્રામ્યમાંથી 3952 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ખૂબ ઓછા વિદ્યાર્થીઓ પાસ થતા મેયરનો સન્માન કાર્યક્રમનો ફિયાસ્કો થયેલો જોવા મળ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે