Virat Kohli Fight: અફઘાન ખેલાડી અને ગૌતમ ગંભીર સાથે શાબ્દિક ટપાટપી બાદ કોહલીનું પહેલું રિએક્શન, જાણો શું કહ્યું?

IPL 2023: આઈપીએલના એક મુકાબલામાં વિરાટ કોહલીનો લખનઉ સુપર જાયન્ટ્સના ખેલાડી નવીન ઉલ હક અને કોચ ગૌતમ ગંભીર સાથે શાબ્દિક ટપાટપી થઈ ગઈ હતી. મેચ બાદના વીડિયોઝ અને તસવીરો સોશિયલ મીડિયા પર હાલ આગની જેમ વાયરલ થયા છે.વિરાટ કોહલીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. 

Virat Kohli Fight: અફઘાન ખેલાડી અને ગૌતમ ગંભીર સાથે શાબ્દિક ટપાટપી બાદ કોહલીનું પહેલું રિએક્શન, જાણો શું કહ્યું?

IPL 2023: આઈપીએલના એક મુકાબલમાં વિરાટ કોહલીનો લખનઉ સુપર જાયન્ટ્સના ખેલાડી નવીન ઉલ હક અને કોચ ગૌતમ ગંભીર સાથે શાબ્દિક ટપાટપી થઈ ગઈ હતી. મેચ બાદના વીડિયોઝ અને તસવીરો સોશિયલ મીડિયા પર હાલ આગની જેમ વાયરલ થયા છે. ફેન્સ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટર વિરાટ કોહલીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. 

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પહેલું રિએક્શન આપ્યું છે. તેમણે લખ્યું છે કે વિરાટે લખ્યું છે કે જે પણ કઈ આપણે સાંભળીએ છીએ તે વિચાર હોય છે, તથ્ય નહીં. આપણે જે પણ કઈ જોઈએ છીએ, તે એક દ્રષ્ટિકોણ હોય છે, સત્ય નહીં.   (Everything we hear is an opinion, not a fact. Everything we see is a perspective, not the truth.- Marcus Aurelius). હકીકતમાં આ રોમના સમ્રાટ માર્ક્સ ઓરેલિયસ રોમનો કોટ છે. 

No description available.

વિરાટ કોહલી કદાચ એ કહેવા માંગે છે કે સમગ્ર મામલાને લઈને જે પણ કઈ સમજવામાં આવી રહ્યું છે તે પૂરેપૂરું સાચુ નથી. સોમવારે રમાયેલી આઈપીએલની એક મેચમાં મેદાન પર વિરાટ કોહલી, નવીન ઉલ હક અને પછી મેચ પૂરી થયા બાદ લખનઉના કોચ ગૌતમ ગંભીર સાથે વિવાદ થયો હતો. આ દરેક માટે અત્યંત ચોંકાવનારું હતું. એક મેન્ટોર અને કોચ તરીકે ગૌતમ ગંભીર પાસેથી આ પ્રકારના વ્યવહારની અપેક્ષા ન રાખી શકીએ. 

બીજી બાજુ વિરાટ કોહલીની સરખામણી પણ સચિન તેંડુલકર સાથે થાય છે. તેમની પાસેથી પણ આવો વ્યવહાર અપેક્ષિત નથી. કોહલી એક એવા ખેલાડી છે જેમને યુવાઓ પોતાનો હીરો માને છે. આ પ્રકારની ઘટના તેમની છબીને નુકસાન પહોંચાડી શકે છે. મેચની વાત કરીએ તો વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવી દીધી હતી. મેચ લો સ્કોરિંગ રહીં. બેંગ્લોરે પહેલા બેટિંગ કરતા 9 વિકેટે 126 રન કર્યા હતા. જ્યારે લખનઉની ટીમ 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news