અમદાવાદના બાળકો લંડનમાં ઉજવણી કરશે જન્માષ્ટમીની, આપશે ધમાકેદાર પર્ફોમન્સ

લંડનના કિંગ્સ્ટનમાં કિંગ્સટન કાર્નિવલ આગામી મહિનામાં યોજાવા જઈ રહ્યો છે

અમદાવાદના બાળકો લંડનમાં ઉજવણી કરશે જન્માષ્ટમીની, આપશે ધમાકેદાર પર્ફોમન્સ

સંજય ટાંક/અમદાવાદ : લંડનના કિંગ્સ્ટનમાં કિંગ્સટન કાર્નિવલ આગામી મહિનામાં યોજાવા જઈ રહ્યો છે. આ કાર્નિવલમાં અમદાવાદના પૂર્વ વિસ્તારની વિવિધ શાળાના બાળકોનું એક ગ્રુપ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરશે. જેની તૈયારીમાં હાલ બાળકો લાગી ગયા છે. લંડનનાં કિંગ્સ્ટનમાં કિંગ્સટન કાર્નિવલની ઉજવણી થવાની છે. આ ઉજવણીમાં ભારત ઉપરાંત બ્રાઝિલ, મેક્સિકો, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ જેવા દેશોમાંથી પણ લોકો ભાગ લેવાના છે. જેમાં પૂર્વ વિસ્તારની અલગ અલગ 10 શાળાના આ બાળકો કૃષ્ણ જન્મોત્સવની નૃત્ય નાટિકા ઉપરાંત, જય જયકારા, ગરવી ગુજરાત જેવા સોંગ્સ પર ડાન્સ પરફોર્મ કરશે.

કિંગસ્ટન કાર્નિવલમાં ડાન્સ પરફોર્મ માટે અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું કામ બાપુનગરમાં આવેલી ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડેમી નામની સંસ્થા કરી રહી છે. આ સંસ્થા દ્વારા ઘણી શાળાના બાળકો આ અગાઉ પણ પોલેન્ડ, લંડન, કેનેડા, ફ્રાન્સ, તુર્કી જેવા દેશોમાં આ પ્રકારે ડાન્સ પરફોર્મ કરી ચુક્યા છે. ત્યારે આ વખતે વિદેશમાં વિદ્યાર્થીઓ કૃષ્ણજન્મોત્સવની અનોખી ઉજવણી કરશે.

જેમ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની ઉજવણી થાય છે તેમ વિવિધ દેશોમાં પણ કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદની શાળાના આ વિદ્યાર્થીઓ આ ડાન્સ પરફોર્મન્સ દ્વારા લંડનમાં ગુજરાતની ભાતિગળ પરંપરા અને સંસ્કૃતિનો ડંકો વગાડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news