સંજૂ, વિવાદો અને રાજકુમાર હિરાની : આરોપો વિશે ડિરેક્ટરે કરી મોટી સ્પષ્ટતા
સત્યને છાવરવાનો, મીડિયા પર ખોટા પ્રહાર અને ખોટી વાહવાહી. આ ત્રણ આરોપ લાગી રહ્યા છે 'સંજૂ'ના મેકર્સ પર
Trending Photos
નવી દિલ્હી : સત્યને છાવરવાનો, મીડિયા પર ખોટા પ્રહાર અને ખોટી વાહવાહી. આ ત્રણ આરોપ લાગી રહ્યા છે 'સંજૂ'ના મેકર્સ પર. INS સાથેની વાતચીતમાં રાજકુમાર હિરાનીએ કહ્યું કે, વ્હાઈટવોશિંગ શબ્દને ઘણો ઉછાળવામાં આવ્યો છે. સંજય દત્ત પાસે ગન હતી અને અમે ફિલ્મમાં તે બતાવ્યું છે. અમે ફિલ્મમાં તે પણ જણાવ્યું છે કે તેણે પોતાની ભૂલ માટે પાંચ વર્ષની સજા કાપી. આમાં ઈમેજ સુધારવાનો સવાલ જ ક્યાં આવે છે? જે ક્રાઈમ હતા, અમે તે બતાવ્યા જ છે. રાજકુમાર હિરાનીએ આગળ જણાવ્યું કે, અમે સંજયના જીવનના દરેક પાસા વિશે વાત કરી છે. તેની 308 ગર્લફ્રેન્ડ હતી, તે ડ્રગ્સની લતનો શિકાર હતો, તે ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ સાથે સુતો, વગેરે. આમાં વ્હાઈટવોશિંગ ક્યાં છે?
‘સંજૂ' રિલીઝ થયાને એક મહિનો થયો હોવા છતાં રણબીર કપૂરની આ ફિલ્મની કમાણી સતત ચાલું જ છે. સુપરસ્ટાર્સના કેટલાક રેકોર્ડ્ઝ તોડીને એ બોક્સ-ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ત્રીજા નંબરની હિન્દી ફિલ્મ બની છે. આમ તો રણબીરની આ પહેલાંની કેટલીક ફિલ્મ્સે પણ સારી કમાણી કરી હતી, પરંતુ ભાગ્યે જ એ સો કરોડની ક્લબમાં એન્ટ્રી મેળવી શકતી હતી. એટલા માટે જ બોક્સ-ઓફિસ પર 341.22 કરોડની કમાણી એ મોટી સિદ્ધિ છે. ‘સંજૂ'એ આમિર ખાનની ‘પીકે' (340.8 કરોડ)ને પાછળ છોડી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, રણબીરે બ્રાંડ એન્ડોર્સમેન્ટની ફી ડબલ કરી દીધી છે. જો કે ‘સંજૂ’ પહેલા પણ રણબીરની ફી ઓછી તો નહોતી જ, પણ તેની આ લેટેસ્ટ ફિલ્મે તેના કામને વધુ ઓળખ આપી છે સાથે તેની બ્રાંડ વેલ્યૂ પણ વધારી દીધી છે. આ ફિલ્મ રણબીરના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે