અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર, આવતીકાલે ખૂલી જશે કાલુપુર હોલસેલ અનાજ બજાર
Trending Photos
અમિત રાજપૂત/અમદાવાદ :અમદાવાદીઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. અમદાવાદમાં આવતીકાલથી શહેરનું સૌથી મોટું કાલુપુર હોલસેલ લાઠ અનાજ બજાર ખૂલી જશે. અમદાવાદ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનને આખરે તંત્ર દ્વારા મંજૂરી મળી ગઈ છે. તંત્રના આદેશ બાદ વેપારીઓમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. હોલસેલમાં અનાજના વેચાણની મંજૂરી મળી ગઈ છે, જેથી હવે અમદાવાદની દુકાનોમાં અનાજનો જથ્થો પહોંચી શકશે.
80 વર્ષથી અન્ન-જળ લીધા વગર જીવી રહેલા પ્રખ્યાત ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા
જોકે, કાલુપુર બજારને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરીને ઓપન કરવાની મંજૂરી મળી છે. આ ઉપરાંત માત્ર 40 લોડિંગ રિક્ષાને બજારમાં પ્રવેશની મળી મંજૂરી આપવામાં આવી છે. તમામ હોલસેલ વેપારીઓ અને અન્ય તમામનો થર્મલ ગનથી સ્કેનિંગ કરવામાં આવશે. માસ્ક અને ગ્લોવ્સ વગર માર્કેટમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. તેમજ તંત્ર દ્વારા વેપારીઓને સવારે 8 થી 1 સુધી વેપાર કરવાની પરવાનગી અપાઈ છે. બે મહિનાના લોકડાઉન બાદ આખરે માર્કેટ ખૂલવાની મંજૂરી મળતા વેપારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર માન્યો હતો.
કોરોનાકાળમાં ભાજપના નેતાઓએ કરી રાજનીતિ, મીડિયા પર વિવાદિત ટ્વિટ કર્યા બાદ ડિલીટ કરીને માફી માંગી
હોલસેલ બજાર ખૂલતા રીટેલ બજારમાં અનાજની અછત સમાપ્ત થશે. લોકડાઉન લાગ્યા બાદ શહેરના રિટેલ માર્કેટમાં અનાજની અછત ઉભી થઈ હતી, જેને કારણે અનેક દુકાનદારો પાસેથી તોતિંગ ભાવ વસૂલ્યા હતા. હોલસેલ બજાર ખૂલી જતા માર્કેટમાઁથી આ કાળાબજારી બંધ થઈ જશે અને ગ્રાહકોને મૂળ ભાવમાં અનાજ મળતુ થશે.
ગુજરાતમાં ફરી વાઘ આવ્યો, મહીસાગરના જંગલમાં વાઘ ફરતો હોવાનો Video ગામ લોકોએ ઉતાર્યો
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અમદાવાદના કાલુપુર બજાર પણ 3 મેં સુધી બંધ રાખવાનો આદેશ કરાયો હતો. અગાઉ કાલુપુર વિસ્તારમાં બજારમાં લોકોની ભીડના કારણે લોકડાઉનનો ભંગ અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળતો હતો. જોકે બાદમાં કાલુપુર બજારમાં પોલીસ કાફલો પણ ઉતાર્યો હતો. ખાસ કરીને કોટ વિસ્તારમાંથી વધુ કેસ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદના કાલુપુર ઘી બજારમાં પણ લોકડાઉન ખૂલતા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સોશિયલ ડિસ્ટન્સ પણ ભંગ થયેલુ જોવા મળ્યું હતું. લોકો લોકડાઉન હળવું થતા જ જીવન જરૂરિયાની વસ્તુ ખરીદવા ઉમટ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે