હેવાન પિતાએ ગુસ્સામાં દીકરાને ઈલેક્ટ્રીક કટરથી કાપ્યો, મગજ ચકરાવે ચઢાવે તેવી ખૌફનાક મર્ડર મિસ્ટ્રી

Murder Mystry : પિતાએ પુત્રની હત્યા કરીને તેની ડેડબોડીને કાપીને અમદાવાદના વિવિધ વિસ્તારો નાંખી દીધા. એટલુ જ નહિ, ઠંડે કલેજે ક્રાઈમ કરીને નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો, તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટ્રેનમાંથી પકડી લીધો

હેવાન પિતાએ ગુસ્સામાં દીકરાને ઈલેક્ટ્રીક કટરથી કાપ્યો, મગજ ચકરાવે ચઢાવે તેવી ખૌફનાક મર્ડર મિસ્ટ્રી

ઉદય રંજન/અમદાવાદ :એકવીસમી સદીમાં હર્યોભર્યો પરિવાર જોવા મળે તો એવોર્ડ આપવો પડે. સમયની સાથે માણસ જેમ જેમ શિક્ષિત, ટેકનોલોજીનો જ્ઞાની અને અપગ્રેડ બની રહ્યો છે, તેની સાથે જ સંબંધો ઝડપભેર વિસરાઈ રહ્યાં છે. નાની નાની વાતોમાં સંબંધોની હત્યા થાય છે. અમદાવાદના એક પિતાએ પોતાના દીકરા સાથે કર્યું તે વિચારીને મગજ ચકરાવે ચઢી જાય. સંતાનોને એક ખરોચ પણ પડે તો માતાપિતાનો જીવ ઉંચોનીચો થઈ જાય છે, ત્યારે એક પિતાએ પોતાના દીકરાને પહેલા મારીને બાદમાં ઈલેક્ટ્રિક કટરથી કાપી નાંખ્યો હતો. તે બાદ તેમણે પુત્રની ડેડબોડી રફેદફે કરવા જે કર્યું તે તો સસ્પેન્સ ફિલ્મો કરતા પણ વધુ ખતરનાક હતું. 

22 જુલાઈના રોજ વાસણા પો.સ્ટેશન ની હદમાં એક 302 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અહીં એક માનવ અંગ મળ્યું હતું. ત્યારબાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાં પણ માનવ અંગો મળ્યા હતા. એક બાદ એક મળી રહેલા માનવ અંગોને પગલે અમદાવાદ પોલીસની ટીમ કામે લાગી હતી. જેના બાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. તપાસના અંતે એવું જાણવા મળ્યું હતું કે, નિલેશ જોશી નામના નિવૃત્ત ક્લાસ-2 અધિકારીએ દારૂ પીવા બાબતે દીકરા સ્વંયમ જોશી સાથે ઝઘડો કર્યો હતો. અન તેના બાદ પુત્રની હત્યા કરી હતી. 

No description available.

મર્ડર વિશે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી પ્રેમવીર સિંહે જણાવ્યુ કે, નિલેશ જોશીની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. નિલેશ જોશી એસટી વિભાગ ટ્રાફિક ઇન્ટેપક્ટર તરીકે કામ કરતો હતો અને હાલ નિવૃત્ત જીવન ગુજારતા હતા. તેનો દીકરો સ્વંયમ દારૂના નશાના રવાડે ચઢી ગયો હતો. 18 જુલાઈની રાતે તેણે દીકરાએ જમવાની બાબતે ઝઘડો કર્યો હતો. જેના બાદ પિતાએ રસોડામાં રહેલા દસ્તા વડે દીકરા સ્વંયમના માથાના ભાગે સાત થી આઠ ઘા માર્યા હતા. આ બાદ સ્વંયમ ત્યાં જ ઢળી પડ્યો હતો. પિતાએ આવેગમાં આવીને દીકરીની હત્યા કરી હતી. પરંતુ હવે તેઓ આ પાપ છુપાવવા નીકળ્યા હતા. પકડાઈ ન જાય તે માટે નિલેશ જોશી દીકરાના મૃતદેહને સગેવગે કરવાનુ વિચાર્યું. ડેડબોડીની ઓળખાણ થાય નહિ તે માટે પિતાએ ઇલેક્ટ્રિક કટર વડે દીકરી સ્વંયમના મૃતદેહને ત્રણ ભાગમાં કટ કરી દીધું હતું. આ માટે કાલુપુર માર્કેટમાં જઈને કટર અને પ્લાસ્ટિકની કોથળી ખરીધી હતી. પ્લાસ્ટિકની થેલીમાં ત્રણ અંગો ભરીને અમદાવાદમાં ત્રણ અલગ અલગ જગ્યાએ અંગોને ફેંકી દીધા હતા. પોતાની એક્ટિવા લઈને તેણે દીકરાના અંગોને કચરા પેટીમાં ફેંક્યા હતા. 

અમદાવાદની શોકિંગ મર્ડર મિસ્ટ્રી, પિતાએ પુત્રની હત્યા કરી લાશના ટુકડા અલગ અલગ વિસ્તારમાં ફેંક્યા હતા

આ બાદ હત્યારો પિતા ભાગી ગયો હતો. પહેલા સુરત ગયો હતો. ત્યાંથી ઉતરપ્રદેશના ગોરખપુરવાળી ટ્રેનમાં બેસી ગયો હતો. તે ભાગીને ગોરખનાથ દર્શન કરવા જવાની તૈયારીમાં હતી અને પછી ત્યાંથી નેપાળ જતા રહેવાનો હતો. પરંતુ તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન પાસે ચાલુ ટ્રેનમાંથી તેને ઝડપી પાડ્યો હતો. 

No description available.

ઉલ્લેખનીય છે કે, ચાર લોકોનો નાનકડો જોશી પરિવાર છે. પરિવારમાં નિલેશ જોશીની પત્ની અને દીકરી પણ. પત્ની અને દીકરી હાલ જર્મનીમાં રહે છે. તો દીકરો સ્વયંમ જોશી પિતા સાથે રહેતો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news