VIDEO: નકલી ડીવાયએસપી કેસમાં જબરદસ્ત વળાંક, પૂછપરછમાં કરી ચોંકાવનારી કબુલાત

તાજેતરમાં જ શહેર કોટડા પોલીસે ઝડપેલા નકલી Dysp દિનેશ મહેરિયાની પૂછપરછમાં નવો વળાંક સામે આવ્યો છે. આરોપી દિનેશ મહેરિયા અમદાવાદના અનેક પોલીસકર્મીના પરિચયમાં હોવાનું સામે આવ્યું છે.

VIDEO: નકલી ડીવાયએસપી કેસમાં જબરદસ્ત વળાંક, પૂછપરછમાં કરી ચોંકાવનારી કબુલાત

મૌલિક ધામેચા, અમદાવાદ: તાજેતરમાં જ શહેર કોટડા પોલીસે ઝડપેલા નકલી Dysp દિનેશ મહેરિયાની પૂછપરછમાં નવો વળાંક સામે આવ્યો છે. આરોપી દિનેશ મહેરિયા અમદાવાદના અનેક પોલીસકર્મીના પરિચયમાં હોવાનું સામે આવ્યું છે. સાથે જ ખાનપુર પોલીસ સ્ટેશનની પોલીસ ચોકીમાં પણ પોલીસકર્મી સાથેના ફોટો મળી આવ્યા છે. હાલ રિમાન્ડ દરમ્યાન પોલીસે આરોપી પાસેથી હાઇકોર્ટમાં બેલીફનું ડુપ્લીકેટ આઈકાર્ડ કબ્જે કરી પોલીસ વર્દી બનાવનાર સાબરમતીના એક ટેલરની પુરપરછ કરી હતી. જેમાં બે વર્દી બનાવ્યાંનુ સામે આવ્યું છે.

ગત 7જૂનના રોજ  પકડાયેલા નકલી Dysp દિનેશ મહેરિયાના રિમાન્ડ મેળવી પોલીસે વધુ  તપાસ હાથ ધરતા 2017માં સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં નકલી પોલીસ બનીને ગયેલો હોવાનું ખૂલ્યું છે. જે અંગે દિનેશ મહેરિયા વિરુદ્ધ સુરેન્દ્રનગરમાં ગુનો પણ નોંધાયેલો છે. તદઉપરાંત આરોપી પાસેથી એક કાર્ડ મળ્યું છે, જેમાં તે બેલીફ તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ યુનિફોર્મ  કે જે આરોપીએ એ.કે ટેલર્સ સાબરમતી ખાતે બનાવડાવ્યો હતો તેમને પણ તપાસ માટે બોલાવી દરજીની પૂછપરછ કરી. પૂછપરછમાં સામે આવ્યું કે  દિનેશ મહેરિયાએ બે મહિના પહેલા ડ્રેસ બનાવડાવ્યો હતો અને પોતે રાજકોટ હોવાનું કહી માધુપુરાનાં બે કર્મી  પૈસા લઈને મોકલુ છું તેમ કહી યુનિફોર્મ બનાવ્યો હતો. 

જુઓ VIDEO...

તો અગાઉ ટેલરની દુકાને RPF રાજેન્દ્ર મિણા લઈને આવ્યો હોવાનું સામે આવ્યું છે. ચૂંટણીના ચાર દિવસ પહેલા દિનેશ મહેરિયા ટેલરની દુકાને ગયો અને ડ્યુટી પર જવાનું કહીને તાત્કાલિક ડ્રેસ બનાવી આપવા જણાવ્યુ હતું. આરોપીએ નકલી dysp બનીને લોકોમાં વિશ્વાસ બેસાડી શકે તે માટે ફોટા પણ પાડ્યા હતા તે સામે આવતા તેની પણ પોલીસ હવે તપાસ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર દિનેશ મહેરિયા એ ખાનપુર ચોકીમાં પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટા પડાવ્યાં હતાં. ખાનપુર પોલીસ ચોકીના રાઇટર મુકેશ મકવાણા જોડે નકલી ડીવાયએસપીના ગાઢ સંબંધો હોવાનું સામે આવ્યું છે. પોલીસકર્મી સાથે પોલીસ યુનિફોર્મમાં ફોટો પડાવ્યાનું ખૂલ્યું છે. જોકે વધુ  રિમાન્ડ મેળવવાની દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news