મહાઠગ હવે કાગળની પણ છેતરપિંડી કરવા લાગ્યા! વલસાડના વેપારીએ અમદાવાદમાં ફેરવ્યું કરોડોનું ફુલેકું

Ahmedabad Crime News: અમદાવાદ EOW ક્રાઇમ બ્રાંચના ગિરફ્તમાં ઉભેલા આ શખ્સનું નામ છે વિમલ પટેલ અને જે મૂળ વલસાડના રહેવાસી છે અને જેવો વલસાડમાં દર્શી પેપરના નામથી પેપર લે-વેચનો વ્યવસાય કરે છે.

મહાઠગ હવે કાગળની પણ છેતરપિંડી કરવા લાગ્યા! વલસાડના વેપારીએ અમદાવાદમાં ફેરવ્યું કરોડોનું ફુલેકું

ઉદય રંજન/અમદવાદ: અમદાવાદ EOW ક્રાઇમ બ્રાંચ એ વલસાડના વેપારીની કરોડોની છેતરપિંડીના કેસમાં વલસાડથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે 3 કરોડ 55 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનીની ફરિયાદ નોંધાઈ હતી.

અમદાવાદ EOW ક્રાઇમ બ્રાંચના ગિરફ્તમાં ઉભેલા આ શખ્સનું નામ છે વિમલ પટેલ અને જે મૂળ વલસાડના રહેવાસી છે અને જેવો વલસાડમાં દર્શી પેપરના નામથી પેપર લે-વેચનો વ્યવસાય કરે છે. જેમના પર આરોપ છે કે તેમણે અમદાવાદના વેપારી સાથે 3 કરોડ 55 લાખ રૂપિયાની રકમ ન આપીને છેતરપિંડી કરી છે.

ફરિયાદની વિગતોની વાત કરવામાં આવે તો અમદાવાદના પારસ પેપર્સ અને મયુર પેપર્સ નામની કંપનીના મળી પાસેથી વર્ષ 2022ના ફેબ્રુઆરી માસથી મેં માસ સુધીમાં કુલ 45 ટ્રક પેપર જેની કુલ કિંમત 4 કરોડ 70 લાખ થવા પામી હતી. જેમાંથી આરોપી વિમલ પટેલે અમદાવાદના વેપારીને એક કરોડ 15 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા અને બાકીના પૈસા પછીથી આપવા કહ્યું હતું.

એક વર્ષ જેટલો સમય વીતી જવા છતાં પણ અમદાવાદ ના વેપારી ના 3 કરોડ 55 લાખ ની રકમ ચૂકવી ન આપી હતી ત્યારે અમદાવાદ ના વેપારી એ પોતાની ઉઘરાણી શરુ રાખી હતી જેમાં વલસાડ ના  આરોપી વેપારી વિમલ પટેલ એ અલગ અલગ બેન્ક ના કુલ 8 ચેક આપ્યા હતા જે ચેક અમદાવાદ ના વેપારી દ્વારા બેન્ક માં ભારત ચેક બધા જ બાઉન્સ થયા હતા જે અંગે પણ અમદાવાદના વેપારી એ કોર્ટ મારફતે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી હતી ત્યારે પણ પૈસા ન આપતા અંતે અમદાવાદ ના વેપારી એ અમદાવાદ EOW ક્રાઇમ બ્રાંચ માં ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે અમદાવાદ વેપારી ની ફરિયાદ ના આધારે અમદાવાદ EOW ક્રાઇમ બ્રાંચ તપાસ કરતા પ્રાથમિક તપાસ માં છેતરપિંડી જણાતા વલસાડ ના આરોપી વેપારી વિમલ પટેલ ની 3 કરોડ 55 લાખ ની રતકમ ન ચૂકવા ના કેસ માં ધરપકડ કરી  તપાસ કરી છે કે આ પ્રકારે આરોપી વિમલ પટેલ એ અન્ય કોઈ વેપારી સાથે છેતરપિંડી કરી છે કે કેમ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news