ત્રીજી લહેરની ઐસી કી તૈસી : ભીડ એકઠી કરીને લોકો ઉજવી રહ્યા છે દશામાનો તહેવાર
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :આજથી ગુજરાતભરમાં દશામાતાના વ્રતની શરૂઆત થઈ છે. પરંતુ તહેવારની ઉજવણીમાં લોકો કોરોનાને ભૂલી ગયા છે તેવુ લાગે છે. સવારથી જ દશામા વ્રત (dashama festival) ની શરૂઆત થતા જ ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા રિવરફ્રન્ટના ભાગમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા છે. ભગવાન પ્રત્યેની અપાર શ્રદ્ધામાં લોકો ભૂલી રહ્યા છે કે કોરોના મહામારી હજી સુધી ગઈ નથી. તેમજ ત્રીજી લહેર (third wave) સાવ નજર સામે છે.
લોકો માસ્ક વગર મહાલતા જોવા મળ્યા
શ્રદ્ધા અને લાગણી મુજબ દશામાં વ્રત નિમિતે અમદાવાદ (Ahmedabad) ની સાબરમતી નદીમાં નાહવા અને પૂજા કરવા લોકોનું ઘોડાપૂર જોવા મળ્યુ છે. આ ઉજવણીમાં અનેક લોકો માસ્ક વગર મહાલતા જોવા મળ્યા. યુવાનો, મહિલાઓ અને બાળકો નિશ્ચિન્ત બની ટોળામાં પહોંચ્યા છે. કોરોનાની ત્રીજી લહેરથી બચવા તજજ્ઞો અને સરકાર આજ પ્રકારની ભીડ એકઠી ના થાય તેને લઈ સતત અપીલ કરી રહ્યા છે. પરંતુ સરકાર અને તજજ્ઞોની અપીલની ઐસી કઈ તૈસી કરી શ્રદ્ધાના નામે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) વગર હજારો લોકો એકત્ર થયા છે.
પોલીસ દ્વારા લોકોને જવાની અપીલ કરાઈ
તો અમદાવાદમાં દશામાના તહેવાર મુજબ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા પોલીસ દ્વારા લોકોને વિખેરવાનો પ્રયાસ કરાયો હતો. કેન્ટોનમેન્ટ રોડ પર મોટી સંખ્યામાં રીક્ષા અને ટુ વહીલરની લાઈનો લાગી છે. સ્થાનિક અને ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. પરંતુ આવામાં સ્વંય શિસ્ત જાળવવું જરૂરી છે. ત્યારે આ દ્રશ્યો ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે.
આ ભીડ કોરોનાને આમંત્રણ આપી શકે છે
અમદાવાદમાં મોટી સંખ્યામાં શહેરીજનો રિવરફ્રન્ટ ખાતે ઉમટ્યા હતા. સંભવિત કોરોનાની દહેશતને જોતા અમદાવાદીઓ નિશ્ચિત જોવા મળ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પૂજા અને સ્નાન કરવા લોકોની ભીડ ઉમટી છે. આ પ્રકારની બેદરકારી ત્રીજી સંભવિત લહેરને આમંત્રણ આપી શકે છે. સરકાર દ્વારા સતત કોરોના મામલે કરાતી અપીલના લીરેલીરા ઉડ્યા છે. આ પ્રકારના દ્રશ્યો ભવિષ્ય માટે ચિંતાનો વિષય બની શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે