Ahmedabad: હવે લૂંટાશો નહીં પણ...ધડામ કરીને રિક્ષામાં બેસી ના જતાં, નહીં તો થશે આવા હાલ!
હવે રિક્ષામાં બેસાડીને મુસાફરોને છરીથી ઈજા કરીને લુંટ ચલાવતી ગેંગના બે સાગરીતો અમદાવાદ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયા છે. આરોપીઓએ બે દિવસમાં જ અમદાવાદમાં એક બાદ એક ચાર ગુનાને અંજામ આપી ચૂક્યા છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ અનેક વખત ઝડપાઈ ચૂકી છે. હવે રિક્ષામાં બેસાડીને મુસાફરોને છરીથી ઈજા કરીને લુંટ ચલાવતી ગેંગના બે સાગરીતો અમદાવાદ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયા છે. આરોપીઓએ બે દિવસમાં જ અમદાવાદમાં એક બાદ એક ચાર ગુનાને અંજામ આપી ચૂક્યા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં દેખાતા આ બંને આરોપીઓના નામ બદરુદ્દીન શા ઉર્ફે શાબીર, મુસ્તકીમ મણિયાર ઉર્ફે કાલુ છે. આ બંને આરોપીઓની અમદાવાદના દાણીલીમડા અને વટવા પોલીસ સ્ટેશનના લુંટના ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને લુંટારુંઓએ 28 અને 29 જુલાઈના રોજ એક બાદ એક ચાર જેટલા મુસાફરોને બેસાડીને છારી મારીને રોકડ મોબાઈલ અને કિંમતી માલ સમાનની લુંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.
અમદાવાદના દાણીલીમડા અને વટવા પોલીસ સ્ટેશનમાં લુંટના બનાવની ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તપાસમાં લાગી હતી. ત્યારે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ લુંટના આરોપીઓ નારોલના બેરેલ માર્કેટથી ઝડપી પાડ્યા હતા બને લૂંટારૂ પાસેથી લુંટમાં ગયેલા 6 મોબાઈલ, રોકડ. ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પકડાયેલ લૂંટારોએ એક મુસાફરને ઈજાઓ પહોંચાડીને 3 લાખની ખંડણી માંગી હતી. જેમાં આરોપીઓ ભોગ બનનારને એટીએમ સુધી પણ લઈ ગયા હતા પણ જેમાં નિષ્ફળ નીવડ્યા હતા આ પ્રકારે તમામ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની પૂછપરછમાં લૂંટારૂએ કબૂલાત કરી છે કે બંને ડ્રગ્સના બંધાણી છે અને ડ્રગ્સ લેવા માટેના પૈસા માટેથી આ પ્રકારે લુંટ ચલાવતા હતા. આ અગાઉ પણ દાણીલીમડા, વટવા, નારોલ અને ઓઢવ સહિતના પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. પોલીસે હાલ એ તપાસ શરૂ કરી છે કે આ સિવાય અન્ય કોઈ જગ્યાએ લુંટ કરી છે કે કેમ અને ડ્રગ્સ કોની પાસેથી મેળવતા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે