ગમે ત્યાં ગાડી ભાડે મૂકતાં નહીં! અમદાવાદમાં ખૂલ્યું ગીરવે મૂકવાનું કૌભાંડ, 35 કાર સાથે એકની ધરપકડ
લોકસભાની ચૂંટણી અને મોટી કંપનીમાં કાર ભાડે આપવાનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે, તેમ કહી કાર માલિક પાસેથી 25 હજારથી લઈને 40 હજાર સુધીનું એક મહિનાનું ભાડું આપવાનું કહીને પ્રિન્સ મિસ્ત્રી નામના શખ્સે લાલચ આપી હતી. 76 કાર માલિક પાસેથી અલગ અલગ 76 કાર મેળવી હતી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં દેણું ચૂકવવા માટે કાર માલિક પાસેથી કાર ભાડે મેળવી ગીરવે મુકવાનું મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 76 કાર પૈકી 35 કાર સાથે એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. કૌભાંડના મૂળ સુધી પહોંચવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરુ કરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં 25મીની જૂનના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદની વિગતો મુજબ લોકસભાની ચૂંટણી અને મોટી કંપનીમાં કાર ભાડે આપવાનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે, તેમ કહી કાર માલિક પાસેથી 25 હજારથી લઈને 40 હજાર સુધીનું એક મહિનાનું ભાડું આપવાનું કહીને પ્રિન્સ મિસ્ત્રી નામના શખ્સે લાલચ આપી હતી. 76 કાર માલિક પાસેથી અલગ અલગ 76 કાર મેળવી હતી.
બાદમાં ભાડે આપવાના બદલે ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકીને પ્રિન્સ મિસ્ત્રીએ લાખો રૂપિયાની રોકડ પોતાના ખિસ્સા ભર્યા હતા. ત્યારે કારના માલિકોને ભાડું ન આપતા છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રિન્સ મિસ્ત્રીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે કે પ્રિન્સ મિસ્ત્રી હોર્ડિંગ બોર્ડ બનવાનું કામ કરતો હતો અને એક વર્ષ પહેલા 7થી 8 લાખ રૂપિયા દેણું ધંધામાં થઇ ગયું હતું. એ ચૂકવા માટેથી પ્રિન્સ મિસ્ત્રીને આવો કૌભાંડ કરવાનો વિચાર આવ્યો હતો. જેથી તેને લોકોનો સંપર્ક કરીને કહ્યું હતું કે તેને મોટા મોટા કાર ભાડે આપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, જેના બદલામાં કારના માલિકને 25 હજારથી 40 હજાર સુધીનું ભાડું દર મહિને ચુકવશે પણ પ્રિન્સ મિસ્ત્રીએ આ તમામ કાર ગીરવે મૂકીને લાખો રૂપિયા ચાઉં કરી નાખ્યા હતા. આ 76 કાર અમદાવાદ ગાંધીનગર અને મહેસાણામાં ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકી હતી, ત્યારે પ્રિન્સ મિસ્ત્રીનું કૌભાંડ સામે આવતા સાથે જ તમામ લોકો અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સમક્ષ કાર જમા કરવાની શરૂઆત કરી હતી. 76 પૈકી 35 કાર પોલીસે કાર કબ્જે કરી છે અને અન્ય કાર પણ આવનાર દિવસોમાં કબજે કરવાનો દાવો ક્રાઇમ બ્રાંચે કર્યો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે કે સૌથી વધુ ફોર વ્હીલર વિસનગર પાસે આવેલ ભાલક ગામ ખાતેથી મળી આવી છે. ભાલક ગામના ઇમરાન નામના એક શખ્સની સંડોવણીની શંકા હોવાથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઇમરાન નામના શખ્સની પણ તપાસ શરુ કરી છે. ત્યારે પોલીસને શંકા છે કે કાર જ્યા જ્યા ગીરવે મુકવામાં આવી હતી ત્યારે કારમાં ગેરપ્રવૃત્તિ કરી છે કે કેમ તે બાબતે પણ તપાસ શરુ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે