અસંતોષ ખાળવા કોંગ્રેસે વચલો રસ્તો અપનાવ્યો, ફોન કરીને ઉમેદવારોને ટિકિટ આપ્યાની જાણ કરી
Trending Photos
- મનપા ચૂંટણીમાં કોંગ્રેસની નબળી નેતાગીરીનો પરિચય ફરીથી થયો છે. અંતિમ દિવસ સુધી કોંગ્રેસ ઉમેદવારો ના નામ જાહેર ન કરી શક્યું
- નામ જાહેર થાય તો પક્ષમાં ભડકાના ડરથી ધીરે ધીરે ઉમેદવારોને ફોન કરીને નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે
- અંતિમ દિવસે કોંગ્રેસના તમામ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે
ગૌરવ પટેલ/અમદાવાદ :આજે ફોર્મ વિતરણ કરવાનો છેલ્લો દિવસ હોવાથી કોંગ્રેસ (congress) હવે ફટાફટ બાકી રહેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી રહ્યાં છે. કોંગ્રેસે અમદાવાદ (ahmedabad congress) ના વધુ કેટલાક ઉમેદવાર જાહેર કર્યા છે. ગઈકાલથી ઉભા થયેલા વિવાદ બાદ દાણીલીમડા વોર્ડમાં શહેઝાદ ખાનને ટિકિટ અપાઈ. તો લાંભા વોર્ડમાંથી ધારાસભ્ય લાખા ભરવાડના પુત્ર મેહુલ ભરવાને કોંગ્રેસે ટિકિટ આપી છે. મનપા ચૂંટણીમાં કોંગ્રેસની નબળી નેતાગીરીનો પરિચય ફરીથી થયો છે. અંતિમ દિવસ સુધી કોંગ્રેસ ઉમેદવારો (congress candidates) ના નામ જાહેર ન કરી શક્યું. નામ જાહેર થાય તો પક્ષમાં ભડકાના ડરથી ધીરે ધીરે ઉમેદવારોને ફોન કરીને નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. અંતિમ દિવસે કોંગ્રેસના તમામ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : રાજકોટ કોંગ્રેસનાં 39 ઉમેદવારોની યાદી જાહેર, કેટલાક વોર્ડમાં હજી પણ ખેંચતાણ ચાલુ
કોને કોને ટિકિટ અપાઈ
ચાંદખેડા વોર્ડના 4 ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા છે. જેમાં રાજશ્રી કેસરી, કેતન દેસાઈ, દિનેશ શર્મા, પ્રજ્ઞાબેન પટેલને ટિકિટ અપાઈ છે. ઈન્દ્રપુરીવોર્ડમાં પ્રવીણ પટેલ, મનીષ પટેલ, નૈના પંચાલ, બબુબેન પરમારને ટિકિટ અપાઈ. બોડકદેવ વોર્ડમાં નિમેષ કુમાર શાહ, વિરમ દેસાઈ, ચેતના શર્મા, જાનકી પટેલને ટિકિટ અપાઈ. તો વેજલપુર વોર્ડમાં મહેશ ઠાકોર અને સુનીલ જિકારને ટિકિટ અપાઈ. બાપુનગરમાં જે. ડી. પટેલ, સુરેશ તોમર, જસુમિત પરમાર, હેતલ પંચાલને ટિકિટ અપાઈ છે. બહેરામપુરામાં કમળાબેન ચાવડા, કમરૂદ્દીન પઠાનને કોંગ્રેસે ટિકિટ આપી. ઇસનપુરમાં જાગેશ ઠાકોર, નૈમેષ પટેલ, ગંગા મકવાણા, સવિતા પટેલને ટિકિટ આપી છે. લાંભા વોર્ડમાં મેહુલ ભરવાડ, મનુ સોંલકી, હેતલ બેન સડાત, સોનલ ઠાકોરને ટિકિટ આપી. તો ઓઢવમાં બૈરવાબેન પટેલ, જિમિષ ગોહિલ, હંસા બેન લખતરિયા, વિષ્ણુ દેસાઇને ટિકિટ આપી. ચાંદખેડા વોર્ડમાં દિનેશ શર્માને ટિકિટ આપી. દાણીલીમડા વોર્ડમાં શહેઝાદ ખાન, જમના વેગડા, રમીલા પરમાર અને સલીમભાઈને ટિકિટ આપવામાં આવી છે. તો દાણીલીમડા વોર્ડમાં રહીમ સુમરાનું પત્તું કપાયું છે. સરખેજ વોર્ડમાં કોર્પોરેટર નફીઝા અન્સારીની ટિકિટ કપાઈ. તો સરખેજમાં હેતાબેન પરીખ, વિજય આચાર્ય, મંજુલા સોલંકી અને અજેશ પટેલને ટિકિટ અપાઈ છે. વિરાટનગર વોર્ડમાં રણજિત બારડ, શાંતિલાલ સોજીત્રા, કૈલાસબેન વાઘેલાને ટિકિટ અપાઈ.
શાહનવાઝ શેખની ટિકિટ કપાઈ
જમાલપુર વોર્ડના સીટિંગ કોર્પોરેટર શાહનવાઝ શેખની ટિકિટ કપાઈ છે. કોંગ્રેસે ખાડિયા વોર્ડમાંથી તેમને ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો હતો. પરંતુ શાહનવાઝ શેખે પક્ષના વિકલ્પની પસંદગી ન કરતા જમાલપુરમાંથી તેમની ટિકિટ કપાઈ છે. શાહ નવાઝ NSUI ના રાષ્ટ્રીય મહામંત્રી પણ રહી ચૂક્યા છે. જમાલપુર વોર્ડમાં અનવર બીસેરા, જુનેદભાઈ શેખ, અજરાબેન કાદરી, મનિષાબેન પરીખને ટિકિટ આપવામાં આવી. કોંગ્રેસ દ્વારા મણિનગર, દાણીલીમડા, લાંભાના ઉમેદવારોને ફોર્મ ભરવાની સૂચના અપાઈ.
દાણીલીમડામાં શહેઝાદ ખાન, લાંભામાં મેહુલ પરમારને ટિકિટ
દાણીલીમડા વોર્ડમાં શહેઝાદ ખાનને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ મોવળીમંડળ દ્વારા શહેઝાદ ખાનને ફોન કરીને જાણ કરવામાં આવી છે. તેથી આજે 11 વાગ્યે શહેઝાદ ખાન ફોર્મ ભરવા જશે. તો ધારાસભ્ય લાખા ભરવાડના પુત્ર મેહુલ ભરવાડને કોંગ્રેસે લાંભા વોર્ડમાંથી ટિકિટ આપી છે. 2015માં હાર્યા બાદ પણ કોંગ્રેસ મેહુલ ભરવાડને ટિકિટ આપી છે. તેથી મેહુલ ભરવાડને ટિકિટ આપવા અંગે ભારે વિરોધ થયો હતો. કોંગ્રેસે ટેલિફોનિક જાણ કરી ફોર્મ ભરવાનું કહ્યું છે.
પક્ષે NSUIને નજર અંદાજ કરતા કાર્યકરો નારાજ
તો બીજી તરફ, NSUIના કાર્યકારોએ સોશિયલ મીડિયા પર રાજીનામા આપ્યા છે. પક્ષે NSUIને નજર અંદાજ કરતા કાર્યકરોની નારાજગી સામે આવી છે. NSUIના કાર્યકરો પ્રદેશ કાર્યાલય ખાતે આ અંગે દેખાવો પણ કરશે. NSUIના નારાજ કાર્યકરોએ શાહનવાઝ શેખના સમર્થનમાં રાજીનામું આપ્યું છે. જમાલપુરથી શાહનવાઝ શેખને ટિકિટ આપવાની NSUIએ માંગ કરી હતી. અગાઉ પણ NSUIએ ટિકિટની માંગ કરી હતી. ત્યારે, શાહનવાઝ શેખના સમર્થનમાં NSUIના કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે