ધરોઈ ડેમમાં વધતા પાણીથી અમદાવાદ કલેક્ટરનો એલર્ટ રહેવા આદેશ
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: રાજ્યમાં પડી રહેલા સાર્વત્રિક વરસાદથી ધરોઇ ડેમમાં વધતા પાણીના પગલે અમદાવાદ કલેક્ટર કચેરીએ એલર્ટ રહેવા આદેશ આપ્યો છે. જિલ્લાના તમામ મામલતદાર, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મનપા ડીવાયએમસી ડીઝાસ્ટર અને તાલુકા વિકાસ અધિકારીને તકેદારીના પગલાં લેવા જાણ કરી હતી.
આકસ્મીક સંજોગોને પહોંચી વળવા આગોતરુ આયોજન કરવા જાણ કરી હતી. હાલ ધરોઇ ડેમનું લેવલ 185.90 મીટર છે. જ્યારે તેનું વોર્નીગ લેવેલ 187.06 મીટર સપાટી છે. ધોરોઇ ડેમનું લેવલ હાલ વોર્નીંગ લેવલથી માત્ર 1.8 મીટર દુર છે. જો ધરોઇ ડેમના દરવાજા ખલાયા તો 63,567 ક્યુસેક કે તેનાથી વધારે પાણી છોડવાની સંભાવનાના પગલે તકેદારી રાખવાના આદેશ આપ્યા છે. જો પાણી છોડાય તો સુભાષબ્રીજ ખાતે વોર્નીગ લેવલ 44.09 થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર સક્રિય થયું છે. જેની અસર ગુજરાતમાં 26 ઓગસ્ટ પછી વર્તાશે. આગામી 2 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં જેટલો વરસાદ થવો જોઇએ તેના કરતા 18 ટકા વધુ વરસાદ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે