અમદાવાદીઓ, તમારા કોઈ સ્વજન અન્ય રાજ્ય કે દેશમાં ફસાયા હોય તો ફટાફટ તેમને આપો આ માહિતી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :જેમ ગુજરાત રાજ્યમાં ફસાયેલા પરપ્રાંતીયોને તેમના વતન મોકલવાના સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ અન્ય રાજ્યો કે વિદેશમાં ફસાયેલા ગુજરાતીઓ માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સરકારે ગુજરાતીઓને પરત લાવવા માટે કામગીરી શરૂ કરી છે. ત્યારે અમદાવાદના ફસાયેલા પ્રવાસીઓ માટે અમદાવાદ કલેક્ટર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેથી તમારા કોઈ સ્વજન ફસાયા હોય તો તમે તેમની મદદ કરી શકો છો.
અમદાવાદ: ગોતા વોર્ડના મહિલા કાઉન્સિલરને કોરોના, ગોદરેજ ગાર્ડન સિટીમાં 3 કેસ પોઝિટિવ
અમદાવાદ કલેક્ટરની જાહેરાત
લોકડાઉનને પગલે અમદાવાદના અનેક નાગરિકો ક્યાંકને ક્યાંક ફસાયા છે. કોઈ વિદેશોમાં તો કેટલાક વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં, નોકરી ધંધાર્થે કામે ગયેલા લોકો પણ ફસાયા છે. આવા લોકોને હવે પરત લાવવા માટે એક આશા જાગી છે. અમદાવાદના કલેક્ટર દ્વારા વિદેશમાં ફસાયેલા અમદાવાદ જિલ્લાના ભારતીય વિદ્યાર્થી/ ટુરિસ્ટ/ બિઝનેઝ ટ્રાવેલર્સ તથા અન્ય વ્યક્તિ કે જે ભારત પરત ફરવા માગતા હોય તેમની સંપૂર્ણ વિગતો મંગાવી છે. એક્સલ શીટ અથવા pdf ફોર્મેટમાં જરૂરી તમામ વિગતો ભરી તમામ માહિતી ઈમેઈલ કરવાની રહેશે. collector-ahd@gujarat.gov.in પર તમામ માહિતી ઈ-મેઈલ કરવાની રહેશે.
ગઈકાલે રાજ્ય સરકારે કરેલી જાહેરાત
ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ હતી કે, અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતીઓ પરત આવવા માંગતા હોય તો 079-23251900 પર કોલ કરે. આ ઉપરાંત અન્ય ગુજરાતમાં ફસાયેલા અન્ય રાજ્યોના લોકો માટે પણ સરકારે ગઈકાલે ટ્રેનો દોડાવી હતી. યુપી અને ઓરિસ્સા ટ્રેન દોડાવાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતીયો પોતાના વતન પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે