બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસને કોરોના વાયરસથી બચાવનાર ડૉક્ટરો પર રાખ્યું પુત્રનું નામ


Britainના PM Boris Johnsonએ પોતાના પુત્રનું નામ તેમને કોરોના વાયરસથી બચાવનાર ડૉક્ટરોના નામ પર રાખ્યું છે. પીએમ બોરિસનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. ત્યારબાદ તેઓ સ્વસ્થ થઈ ગયા છે. 

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસને કોરોના વાયરસથી બચાવનાર ડૉક્ટરો પર રાખ્યું પુત્રનું નામ

લંડનઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન કોરોના વાયરસની લડાઈ વિરુદ્ધ દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ દરમિયાન તેઓ ખુદ આ ઘાતક વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. આઈસીયૂ સુધી પહોંચી ગયેલા જોનસન ન માત્ર સ્વસ્થ થયા પરંતુ તેમની જિંદગીમાં નવી ખુશી પણ આવી છે. જૉનસનની ફિયાન્સ કૈરી સાયમંડ્સે એક પુત્રને જન્મ આપ્યો છે અને બંન્નેએ આ બાળકનું નામ જીવ બચાવનાર બે ડોક્ટરોના નામ પર રાખીને દેશના NHS (નેશનલ હેલ્થ સિસ્ટમ)ને સલામ કરી છે. 

ડોક્ટરોને સલામ
સાયમંડ્સે ઇન્સ્ટાગ્રામ પર પુત્રની તસવીર શેર કરતા તેનું નામ વિલ્ફ્રેડ લૉરી નિકોલસ જોનસન જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, તેમાંથી 'નિકોલન' નામ તે બે ડોક્ટરોને સલામ કરવા માટે છે, જેણે પાછલા મહિને બોરિસનો જીવ બચાવ્યો હતો. આ બે ડૉક્ટર હતા ડૉ. નિક પ્રાઇસ અને ડૉ. નિક હાર્ટ. વિલ્ફ્રેડ બોરિસના દાદા અને લોરી કૈરીના દાદાનું નામ છે. કૈરીએ લંડનની યૂનિવર્સિટી કોલેજ હોસ્પિટલમાં બુધવારે વિલ્ફ્રેડને જન્મ આપ્યો હતો. 

આઈસીયૂ સુધી પહોંચ્યા હતા બોરિસ
આ ક્ષણ પરિવાર માટે ખુબ ખાસ રહી કારણ કે બોરિસમાં કોરોનાના લક્ષણ આવી ગયા હતા, ત્યારથી બંન્ને સેલ્ફ-આઇસોલેશનમાં હતા. બોરિસમાં જ્યારે કોરોનાના લક્ષણ જોવા મળ્યા તો તેઓ ઘરેથી કામ કરવા લાગ્યા અને બાદમાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. અહીં તેમની સ્થિતિ બગડી અને આઈસીયૂમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં તેઓ સ્વસ્થ થયા અને તેના માટે NHSનો આભાર માન્યો હતો. કૈરીમાં પણ કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા પરંતુ સેલ્ફ આઇસોલેશન બાદ તેઓ પણ ઠીક થઈ ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news