અમદાવાદ: કંટ્રોલમાંથી મેસેજ મળ્યા બાદ ચાંદખેડા પોલીસના દરોડા, 8 જુગારી ઝબ્બે

શહેરના મોટેરા સ્ટેડિયમની પાછળના દરવાજા પાસે 30થી 35 લોકો જુગાર રમતા હોવાની માહિતી સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમને મળી હતી. કંટ્રોલ રૂમને મેસેજ મળતા ચાંદખેડા પોલીસ દોડતી થઇ હતી. રેડ કરવા માટે પહોંચી હતી. જો કે કેટલાક જુગારીઓ ભાગી ગયા હતા. માત્ર 8 જુગારીઓ પોલીસના હાથમાં આવ્યા હતા.
અમદાવાદ: કંટ્રોલમાંથી મેસેજ મળ્યા બાદ ચાંદખેડા પોલીસના દરોડા, 8 જુગારી ઝબ્બે

અમદાવાદ : શહેરના મોટેરા સ્ટેડિયમની પાછળના દરવાજા પાસે 30થી 35 લોકો જુગાર રમતા હોવાની માહિતી સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમને મળી હતી. કંટ્રોલ રૂમને મેસેજ મળતા ચાંદખેડા પોલીસ દોડતી થઇ હતી. રેડ કરવા માટે પહોંચી હતી. જો કે કેટલાક જુગારીઓ ભાગી ગયા હતા. માત્ર 8 જુગારીઓ પોલીસના હાથમાં આવ્યા હતા.

આજે બપોરે ચારેગ વાગ્યાની આસપાસ મોટેરા સ્ટેડિયમના પાછળના દરવાજા પાસેથી 30થી 35 લોકો જુગાર રમી રહ્યા છે. તેવો પોલીસ કંટ્રોલને મેસેજ મળ્યો હતો. જેથી પોલીસ કંટ્રોલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણ કરી હતી. જુગારનો મેસેજ મળતા સર્વેલન્સ સ્ટાફ દોડતો થયો હતો. 

કંટ્રોલનાં મેસેજના આધારે જુગારની જગ્યાએ પહોંચતા જુગારીઓમાં નાસભાગ થઇ હતી. જે પૈકી 8 જુગારીઓ જ પોલીસના હાથે લાગ્યા હતા. પોલીસે રાજુ ગાંડા દેસાઇ, મહેન્દ્ર પંડ્યા, દુર્ગારામ સરોજ, મિત ચાવડા, ભુરા વણઝારા, સદરજી વણઝારા, ધવલ મકવાણા અને નીતિન વાંસફોડાની ધરપકડ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news