રામ મંદિર નિર્માણનો શુભ અવસર નજીક, જુઓ ભૂમિ પૂજન નિમંત્રણ પત્રની પ્રથમ તસવીર


ભારત જ નહીં વિશ્વના અલગ-અલગ ભાગમાં રહેતા ભારતીયો તે ક્ષણની રાહ જોઈ રહ્યાં છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીરામ મંદિર માટે ભૂમિ પૂજન કરશે. આ દિવસે પીએમ મોદી અયોધ્યાની 84 કોસી પરિક્રમા કરશે. 

રામ મંદિર નિર્માણનો શુભ અવસર નજીક, જુઓ ભૂમિ પૂજન નિમંત્રણ પત્રની પ્રથમ તસવીર

અયોધ્યાઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણની શુભ ઘડી નજીક આવી રહી છે. ભારત જ નહીં વિશ્વના અલગ-અલગ ભાગમાં રહેતા ભારતીયો તે ક્ષણની રાહ જોઈ રહ્યાં છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીરામ મંદિર માટે ભૂમિ પૂજન કરશે. આ દિવસે પીએમ મોદી અયોધ્યાની 84 કોસી પરિક્રમા કરશે. આ 84 કોસી પરિક્રમા અયોધ્યાના વિકાસ સાથે જોડાયેલી છે. 5 ઓગસ્ટે જ યોગી આદિત્યનાથના રામરાજ્યની શુભ શરૂઆત થશે. 

રામ મંદિર ભૂમિ પૂજન માટે નિમંત્રણ પત્રની પ્રથમ તસવીર સામે આવી છે. ઝી ન્યૂઝ પાસે ભૂમિ પૂજનના નિમંત્રણ પત્રની તસવીર છે. નિમંત્રણ પર આજ એટલે કે 1 ઓગસ્ટ 2020ની તારીખ લખેલી છે. 5 ઓગસ્ટ 2020ના પ્રધાનમંત્રી અયોધ્યામાં ભૂમિ પૂજન કરશે. 

5 ઓગસ્ટે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા જશે તો તેઓ માત્ર ભૂમિ પૂજન માટે નહીં પરંતુ આધુનિક અને આધ્યાત્મિક અયોધ્યાનો પાયો પણ પોતાની સાથે લાવશે. જાણો પ્રધાનમંત્રી મોદી અયોધ્યાને શું-શું ભેટ આપશે. 

સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને CISFના જવાનોને દિશાનિર્દેશ, સરકારની નીતિની ટીકાને મંજૂરી નહીં 

- સઆદતગંજ નયાઘાટ સુધી 4 લેન રોડ બનશે.
- 15 કિલોમીટર લાંબો રોડ બનશે. આ રોડ કિનારે અયોધ્યા વસ્યું છે.
- એનએચ-47થી શ્રીરામ જન્મભૂમિ સુધી રોડને પહોળો કરવામાં આવશે. 
- શ્રીરામ જન્મભૂમિની આસપાસના રસ્તાઓનું સમારકામ થશે.
- જન્મભૂમિ પરિસરથી એરપોર્ટ સુધી 4 લેન રોડ બનાવવામાં આવશે. 
- પંચકોસી માર્ગનો વિસ્તાર અને સમારકામ થશે.
- 300 કરોડના ખર્ચથી ગટર કામનો શિલાન્યાસ થશે.
- જાનકી મંદિર, દથરથ મહેલ, કનક ભવનમાં લાઇટિંગ હશે. 
- ભરતકુંડનું સુંદરીકરણ કરવામાં આવશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news