અમદાવાદીઓને મોજ કરાવતી આ સેવા પણ બંધ થઈ, એડવાન્સ બુકિંગના પૈસા પણ પાછા આપ્યા

Ahmedabad Joy Ride : અમદાવાદમાં સી પ્લેન બાદ હવે જોય રાઈડ પણ બંધ થઈ... કોન્ટ્રાક્ટ રીન્યુ ન થતાં જોય રાઈડ બંધ કરાઈ.... કોન્ટ્રાક્ટરે લોકોને એડવાન્સ બુકીંગના પૈસા પાછા આપવા પડ્યા

અમદાવાદીઓને મોજ કરાવતી આ સેવા પણ બંધ થઈ, એડવાન્સ બુકિંગના પૈસા પણ પાછા આપ્યા

Ahmedabad News : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી સીપ્લેન તો ગાયબ થઈ ગયું છે. એકવાર મેઈનટેન્સ માટે ગયુ તે પાછું જ આવ્યુ નહિ. તેના બાદ સીપ્લેન બંધ થવાની જાહેરાત કરાઈ. પરંતુ હવે સી પ્લેન બાદ વધુ હવે જોય રાઈડ પણ બંધ થવા જઈ રહી છે. રિવરફ્રન્ટ ઉપર શરૂ થયેલી જોય રાઇડનો કોન્ટ્રાકટ પૂર્ણ થયો છે. કોન્ટ્રાક્ટ રીન્યુ ન થતાં જોય રાઈડ બંધ કરાઈ છે. વેકેશન હોવાથી અનેક લોકોએ એડવાન્સ બુકીંગ કરાવ્યુ હતું. ત્યારે અચાનક રાઈડ બંથ થઈ જતા કોન્ટ્રાક્ટરે લોકોને એડવાન્સ બુકીંગના પૈસા પાછા આપવા પડ્યા. હવે સ્થિતિ એવી છે કેસ કોન્ટ્રાક્ટ રીન્યુ યા બાદ જ જોય રાઈડ શરૂ થઈ શકે છે.  

સુવિધાને હજી એક વર્ષ પણ ન થયું 
અમદાવાદમાં જોય રાઈડ શરૂ કરીને એક વર્ષ પણ પૂરુ થયુ નથી ને તે પહેલા જ તેના પાટિયા પડી ગયા છે. અમદાવાદીઓ હવે રિવરફ્રન્ટ પર જઈને હેલિકોપ્ટરમાં બેસી આખા શહેરનો નજારો જોવાની મજા માણતા હતા. રિવરફ્રન્ટ વોટર એરોડ્રામની પાસે જ હેલી પેડ પણ બનાવી દેવામાં આવ્યું છે. જેમા લોકો બે હજાર રૂપિયાની ટિકિટમાં અમદાવાદનો એરિયલ વ્યૂ માણતા હતા. આ રાઈડ મોટાભાગે ફુલ જ રહેતી હતી. હેલિકોપ્ટર તમને સાતથી વીસ મિનિટ સુધી અમદાવાદનો આકાશી નજારો બતાવાતો હતો. પરંતુ અચાનક કયા કારણોસર આ રાઈડ બંધ કરી દેવાઈ અને કોન્ટ્રાક્ટ કેમ રિન્યુ ન કરાયો તે હજી જાણવા મળ્યુ નથી. 

સી-પ્લેન સેવા પણ બંધ થઈ
વિધાનસભા ગૃહમાં સી-પ્લેન સેવાનો મુદ્દો ઉછળ્યો છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સી-પ્લેનને લઈ પ્રશ્ન પૂછ્યો છે, અર્જુન મોઢવાડિયાના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. સરકાર જવાબમાં જણાવ્યું કે, 2022માં અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેન સેવા શરૂ થઈ હતી અને સી-પ્લેન ઑપરેશન મેઇન્ટેનન્સ મુશ્કેલી કારણે બંધ છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news