અમદાવાદના ઠગ બંટી બબલીએ ઘર વેચવાનું કહી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું, પ્લાન જાણીને પોલીસ પણ ચોંકી
મહત્વનું છે આ બંટી બબલીએ આ જ પ્રકારે અન્ય લોકો સાથે પણ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ચર્ચા ચાલી રહી છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ; ગ્રામ્યનાં બોપલ પોલીસ સ્ટેશનમાં ઠગ દંપતિ સામે ફરીયાદ નોંધાઈ છે. આરોપીએ ભેગા મળી પોતાનો કરોડો રૂપિયાની કિંમતનો બંગ્લો અને ફ્લેટ વેચવાના નામે બે અલગ અલગ લોકો પાસેથી કરોડો રૂપિયા લઈને છૂમંતર થઈ ગયા છે. મહત્વનું છે કે એક જ દિવસમાં આ મામલે બે ફરીયાદ નોંધાતા પોલીસે દંપતિને શોધવાની તજવીજ તેજ કરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પાટણમાં રહેતા દેવચંદ પટેલને પોતાનાં કેનેડા ખાતે રહેતા ભાઈ માટે અમદાવાદમાં બંગ્લો લેવાનો હતો. જેથી બોપલની સ્કાય સિટીમાં ચિંતન શાહ અને હિરવા શાહની માલિકીનો બંગ્લો પસંદ પડતા સાડા નવ કરોડમાં ખરીદવાનું નક્કી કર્યું, ચિંતન શાહે દેવચંદ પટેલ પાસે નોટરાઈઝ બાનાખત કરાવી 2.23 કરોડ રૂપિયા લઈ લીધા હતા. થોડા સમય બાદ ફરિયાદીએ દંપતિનો સંપર્ક કરતા ફોન બંધ આવ્યો ત્યારે તેઓને જાણ થઈ કે બન્ને દંપતિ પોતાની તમામ ગાડીઓ વેચીને ફરાર થઈ ગયા છે અને મકાનનો પાવર ઓફ એટર્ની પોતાના માતાના નામે કર્યો હતો. જે બાદ તે બંગ્લો અન્યને રજીસ્ટર દસ્તાવેજ કરી આપી છેતરપીંડી આચરી હતી.
આખરે ગુજરાતમાં કોરોનાનો ખતરો શમ્યો, આજે નોંધાયા માત્ર 16 નવા કેસ, રિકવરી રેટ વધ્યો
આ ઠગ દંપત્તિએ આટલે ન અટકતા પોતાના જ પાડોથીને ફ્લેટ વેચવાના નામે ચૂનો લગાડ્યો છે. વેજલપુરમાં આવેલા આશા કીરણ એપાર્ટમેન્ટમાં ઈશ્વર દેસાઈ જેઓ ચિંતન શાહની પાડોશમાં રહેતા હતા. જેઓને ચિંતન શાહે બોપલમાં સફલ ગાલા રીયલ્ટીમાં આવેલો ફ્લેટ 60 લાખમાં વેચવાનું કહીને ટુકડે ટુકડે 30 લાખ પડાવ્યા હતા. ફરિયાદીએ દસ્તાવેજ માટે કહેતા ચિંતન શાહ બહાના બતાવતો હતો. બાદમાં નવેમ્બરમાં દસ્તાવેજ કરી આપવાનું કહીને પતિ પત્નિ ફરાર થઈ ગયા હતા. જે બાદ ફરીયાદીને જાણ થઈ હતી કે આ દંપતિએ તેમને વેચેલા ફ્લેટનો દસ્તાવેજ યતેન્દ્ર શાહ નામનાં વ્યક્તિને કરી આપ્યો છે. જેથી આ મામલે બોપલમાં ફરીયાદ નોંધાઈ હતી.
સોશિયલ મીડિયામાં લોભામણી સ્કીમોથી ચેતજો! વેપારીને ઓનલાઈન કાજૂની ખરીદી 14.50 લાખમાં પડી
મહત્વનું છે આ બંટી બબલીએ આ જ પ્રકારે અન્ય લોકો સાથે પણ કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ચર્ચા ચાલી રહી છે. તેવામાં આરોપી ચિંતન શાહની અમદાવાદનાં સિંધુ ભવન રોડ પર આવેલી વૈભવી ઓફિસનું ભાડુ પણ ન આપી ફરાર થઈ જતા ઓફિસની બહાર જાહેર નોટીસ લગાડવામાં આવી છે. જેમાં ચિંતન શાહ ઓફિસનો સામાન મુકીને ફરાર થઈ ગયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેવામાં અનેક લોકોને ઠગનાર અને નવેમ્બર મહિનાથી ફરાર આ દંપતિ પકડાય છે તે જોવાનું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે