Ahmedabad: ધોળા દિવસે AMT માં ચોરી થતા ક્યારેય જોઇ છે? CCTV માં કેદ થઇ તસ્કરોની કમાલ
સામાન્ય રીતે એટીએમ (ATM) માંથી ચોરીના બનાવો રાત્રે બનતા હોય છે. પરંતુ આ બનાવ તો ધોળા દિવસે સવારે 10 વાગ્યાની આસપાસ બન્યો છે. આ ચોરીનો આખો બનાવ સીસીટીવી (CCTV) માં પણ કેમેરામાં કેદ થઈ ચુક્યો છે.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) માં એટીએમ (ATM) માં ચોરી એ કોઈ નવાઈ પામવા ની વાત નથી અત્યાર સુધી અનેક બનાવો સામે આવ્યા છે. અનેક બનાવો છતાં બેંક (Bank) સંચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. લોકોના લાખો રૂપિયા રામ ભરોસે જોવા મળે છે. અનેક બનાવો બાદ પણ બેંક સંચાલકો એટીએમ (ATM) સેન્ટર પર સિક્યુરિટી ગાર્ડ રાખી રહ્યા નથી. જેના કારણે અમદાવાદ શહેરના ઓઢવ (Odhav) વિસ્તારમાં એટીએમમાં ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે.
સામાન્ય રીતે એટીએમ (ATM) માંથી ચોરીના બનાવો રાત્રે બનતા હોય છે. પરંતુ આ બનાવ તો ધોળા દિવસે સવારે 10 વાગ્યાની આસપાસ બન્યો છે. આ ચોરીનો આખો બનાવ સીસીટીવી (CCTV) માં પણ કેમેરામાં કેદ થઈ ચુક્યો છે. વિરાટનગર (Viratnagar) વિસ્તારમાં આવેલી ગાયત્રી પાર્ક સોસાયટી નજીક SBI બેંકના એટીએમને તસ્કરોએ ટાર્ગેટ કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. વિરાટનગરમાં સવારના સમયે તસ્કરો ચોરી કરવા માટે એટીએમમાં ઘૂસ્યા હતા. સૌ પહેલાં તસ્કરોએ બેંકના એટીએમનું શટર તોડીને નુકસાન કર્યું હતું.
ત્યારબાદ એટીએમ તોડીને ધીમે ધીમે 30 હજાર રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે જ્યારે એટીએમ મશીનમાં કેશ લોડિંગ કરવા માટે કર્મચારી આવ્યા ત્યારે એટીએમમાં ચોરી થયાની જાણ થઇ હતી. જેથી ટીએસઆઈ કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સવારના દસ વાગ્યાની આસપાસ બે ગઠિયા એટીએમ સેન્ટરમાં ઘૂસીને એટીએમ મશીન તોડીને તેમાંથી ત્રીસ હજાર રૂપિયાની ચોરી કરતા નજરે પડયા હતા અને બાદમાં ફરાર થઇ જતા નજરે પડ્યા હતા.
જે બાદમાં મેનેજરે તાત્કાલિક પોલીસને જાણ કરીને બે તસ્કરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઓઢવ પોલીસે આ ઘટનાને પગલે ચોરીની ફરિયાદ દાખલ કરીને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં ચોરી થયા બાદ આખો દિવસ અને રાત પસાર થયા છતાં કોઈને ખબર કેમ ન પડી તે પણ એક સવાલ છે. બીજી તરફ ગઠિયા ધોળા દિવસે એટીએમ તોડીને ચોરી કરી ગયા છતાં કોઈને ગંધ શુદ્ધા નથી આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે