અમદાવાદ: સેન્ટ્રલ જેલનો વધુ એક કેદી કોરોના પોઝિટિવ, અત્યાર સુધી 12 કેદી અને 4 પોલીસકર્મીને કોરોના

શહેરની સેન્ટ્રલ જેલના વધુ એક કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. કાચા કામના આરોપીને છાતીમાં દુ:ખાવો થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. 
અમદાવાદ: સેન્ટ્રલ જેલનો વધુ એક કેદી કોરોના પોઝિટિવ, અત્યાર સુધી 12 કેદી અને 4 પોલીસકર્મીને કોરોના

મૌલિક ધામેચા, અમદાવાદ: શહેરની સેન્ટ્રલ જેલના વધુ એક કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. કાચા કામના આરોપીને છાતીમાં દુ:ખાવો થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. 

મળતી માહિતી મુજબ અમદાવાદની સેન્ટ્રલ જેલમાં કાચા કામના એક આરોપીને 3જી મેના રોજ છાતીમાં દુ:ખાવો થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર બાદ જેલમાં પર લાવતી વખતે તેનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો, જે પોઝિટિવ આવ્યો. દરિયાપુર પોલીસે માર્ચમાં જેલમાં મોકલી આપતા કાચા કામના કેદીને સેપરેટ બેરેકમાં રાખવામાં આવ્યો હતો. અત્રે જણાવવાનું કે અત્યાર સુધીમાં સેન્ટ્રલ જેલના 12 કેદીઓ અને 4 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. 

જુઓ LIVE TV

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ છે. ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જે તાજા આંકડા જાહેર કરાયા તે મુજબ ગુજરાતમાં શનિવારે કોરોના વાયરસના 394 નવા કેસ આવ્યાં. આ સાથે કોરોના વાયરસનો કુલ આંકડો 7797 પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના કારણે 472 લોકોએ જીવ ગુમાવ્યાં છે. અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ 5540 અને ત્યારબાદ સુરતમાં 854 છે. સુરતમાં અત્યાર સુધી 38 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news