અમદાવાદ : આશારામની હત્યાથી ચકચાર, હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયો

અમદાવાદ : આશારામની હત્યાથી ચકચાર, હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરાયો

* એક યુવતીનાં કારણે આશારામે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો
* યુવતીનાં પ્રેમીએ જ આશારામની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે
* યુવતીનાં પ્રેમી દ્વારા જ આશારામની હત્યા કરી, આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ

મૌલિક ધામેચા/અમદાવાદ : ઓઢવ વિસ્તાર વિસ્તારમાં તાજેતરમાં જ મળી આવેલ લાશ મામલે ખુલાસો થયો છે. મરનાર અને આરોપી એકજ યુવતીના પ્રેમમાં હતા. જેના કારણે આરોપીએ હત્યા કરી આપઘાતમાં ખપાવવાની કોશીશ કરી હતી. જોકે અન્ય 3 આરોપીઓને પોલીસે ધરપકડ કરી ત્યાં સુધી તો આપઘાત કર્યો હોવાની જ માહિતી હતી. જો કે ઉંડાણથી તપાસ કરતા સમગ્ર ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો.

પોલીસ ગિરફતમાં આવેલા આ ચારેય લોકો સામે હત્યા કરી લાશને સગે વગે કરવાનો આરોપ લાગ્યો છે. મરનાર આશારામ ઉર્ફે સીતારામ બલઈ એક યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો અને અવાર નવાર તેની સાથે મજાક મસ્તી કરતો હતો. બનાવના દિવસે ના પણ તેને મસ્તી કરી હતી અને તે વાતની જાણ મુખ્ય આરોપી નંદરામ ઉર્ફે નંદાને થઈ હતી. મહત્વનું છે કે, નંદરામ પણ એજ યુવતી સાથે એક તરફી પ્રેમમાં હતો. જેથી તેને ગત 4 ડિસેમ્બરની વહેલી સવારે જે ફેક્ટરીમાં કામ કરતા હતા, ત્યાંજ એક લોકો રહેતા હતાને આરોપી નંદરામે આશારામને ગળે ફાંસો આપી હત્યા કરી નાખી હતી. લટકાવીને આપઘાતમાં ખપાવવાની કોશીશ કરી હતી.

ઘટના કંઈ એમ બની કે, આરોપી નંદુએ હત્યા તો કરી નાખી હતી પરંતુ આ વાત ની જાણ ફેક્ટરી માલિક ગોપાલ તિવારીને થઈ અને તેને લાગ્યું કે પોલીસ આવશે અને કેસ થશે તે બીકના કારણે તેને લાશ ને સગે વગે કરવા નંદરામ,બાબુ પ્રજાપતિ અને મીટ્ટુ કિરને કહયુ અને તે લોકો લાશને ફેંકી આવ્યા હતા. જોકે પોલીસ માટે લાશની ઓળખ કરવી પહેલા મુશ્કેલ હતી પરંતુ મારનારે તાજેતર માં વાળ કપાવ્યા હતા અને પોલીસ હેર સલૂન માં જઈ તપાસ કરી તો લાશની ઓળખ થઈ હતી.

હાલ પોલીસે 4 આરોપીઓની હત્યા અને મદદગારી માં ધરપકડ કરી છે.અને તેમની તપાસ શરૂ કરી છે હવે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ખરેખર હત્યા પાછળ એક તરફી પ્રેમ જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ? આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ તો સમગ્ર મુદ્દે પોલીસ વધારે તપાસ કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસ પોલીસ માટે ખુબ જ પડકારનજક રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news