AMC નો કિલર બમ્પનો આઈડિયા ફેલ જતા હવે વાહનચાલકો ભોગ બનશે, ફટકારશે મોટો દંડ

Ahmedabad tire killer bump : અમદાવાદમાં AMCએ લગાવેલાં ટાયર કિલર સ્પીડ બ્રેકર બન્યાં શોભાના ગાંઠિયા સમાન... ટાયર ફાટી જવાની ચિંતા વગર લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવવા લાગ્યા... હવે લોકો પાસેથી વસૂલવામાં આવશે દંડ  

AMC નો કિલર બમ્પનો આઈડિયા ફેલ જતા હવે વાહનચાલકો ભોગ બનશે, ફટકારશે મોટો દંડ

Ahmedabad News : અમદાવાદમાં સ્પીડમાં ગાડી હંકારતા નબીરાઓને સબક શીખવાડવા માટે એએમસી દ્વારા લગાવવામાં આવેલા કિલર સ્પીડ બ્રેકરનું સૂરસૂરિયું નીકળી ગયું છે. અમદાવાદમાં AMCએ લગાવેલાં ટાયર કિલર સ્પીડ બ્રેકર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. એમ કહો કે, આ બ્રેકરને મોટાપાયે લગાવવામાં આવ્યા હતા, પરંતુ એએમસીના પ્લાનિંગનો ફિયાસ્કો થયો છે. અમદાવાદીઓ હવે આ ટાયરની મજાક ઉડાવી રહ્યાં છે. સ્થાનિકોને આ બ્રેકર પરથી રોંગ સાઈડ ગાડી ચલાવતા ટાયર ફાટી જવા ટાયર ફાટી જવાની બીક બતાડાઈ હતી. પરંતું આ બ્રેકર તો કોઈ કામના ન નીકળ્યા. અમદાવાદીઓ ચિંતા વગર લોકો રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યા છે. લોકો ફરી રોંગ સાઈડ વાહનો હંકારતા વીડિયો ઝી 24 કલાકે બતાવ્યા હતા. ત્યારે ઝી 24 કલાકના અહેવાલની મોટી અસર થઈ છે. ઝી 24 કલાક ના અહેવાલની અસર બાદ એએમસીએ પોતાનો નિર્ણય બદલ્યો. હવેથી ટાયર કિલર પર રોંગ સાઈડથી જનારા વાહન ચાલકો પાસેથી 3 હજાર રૂપિયા દંડ વસુલવામાં આવશે. સાથે ઈ-મેમો પણ આપવામાં આવશે.
 
કિલર બમ્પ લગાવ્યા બાદ પણ રોંગ સાઈડ વાહન ચાલકો જઈ રહ્યા છે. બિન્દાસ્ત રોંગ સાઈડથી બમ્પ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. અનેક વાહનો કિલર બમ્પ પરથી આસાનીથી પસાર થઈ રહ્યા છે. અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ નીચે આ ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતું નાગરિકો ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યાં છે. બમ્પ મૂક્યાના થોડા સમયમાં જ વાહનચાલકોએ બમ્પની ચકાસણી કરી હતી, જેમા જાણવા મળ્યું કે, કોઈ ટાયર ફાટતા નથી, તેથી તેઓ બિન્દાસ્ત ગાડી લઈને તેના ઉપરથી રોંગ સાઈડ જવા લાગ્યા હતા. તેથી હવે નિર્ણય લેવાયો કે, હવેથી ટાયર કિલર પર રોંગ સાઈડથી જનારા વાહન ચાલકો પાસેથી 3 હજાર રૂપિયા દંડ વસુલવામાં આવશે. સાથે ઈ-મેમો પણ આપવામાં આવશે.

ચાણક્યપુરી બ્રિજ પાસે લગાવવામાં આવેલા ટાયર કિલરને લઈને ક્યાંક તંત્રની બેદરકારી પણ જોવા મળી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાર કીલર તો લગાવી દીધા છે. પરંતુ ક્યાંક બોલ્ટ બહાર છે તો ક્યાંક જનારા લોકોના કારણે પણ હલી ગયા છે જે રીતે લગાવ્યા છે તે રીતે આને મેન્ટેન કરવા પણ ખૂબ જરૂરી છે હવે તંત્ર તને મેન્ટેન કરી શકે છે કે નહીં તે પણ એક સવાલ છે. સાથે આ પ્રોજેકટનું સતત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સતત નિરીક્ષણ કરી રહ્યાં છે. માટે હવે પછી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને સીએમ કાર્યાલયથી સૂચના મળશે. તેમ અન્ય જગ્યાઓએ પણ ટાયર લગાવવામાં આવશે. ઝી 24 કલાકના અહેવાલની અસર બે વેડ જેટલા બહાર દેખાતા બોલ્ટ amc દ્વારા  કાપવા આવ્યા. તેમજ ટાયર કિલર કોઈ નીકળી ન જાય તે માટે બોલ્ટ ફિટ કરવામાં આવ્યા. સાથે અહીં amc દ્વારા સોલર લાઈટ લગાવવામાં આવશે. 

તેમજ ઝી 24 કલાકના અહેવાબ બાદ ટાયર કિલર પાસે ટ્રાફીક જવાન અને હોમગાર્ડનો પોઇન્ટ આપવામાં આવ્યો, જે લોકોને રોંગ સાઈડ જતા અટકાવે છે. આમ, પોતાના ફેલ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે હવે એએમસી મરણિયા પ્રયાસો કરી રહ્યું છે. પંરતુ ભૂલ તો ભૂલ હોય છે. એક વાત તો કહેવુ પડે કે, એએમસીનો કિલર ટાયર બમ્પ પ્રોજેક્ટ સુપરડુપર ફેલ ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news