આગામી બે દિવસમાં મુસાફરી કરવી હોય તો વહેલા અમદાવાદ એરપોર્ટ પહોંચજો, નહિ તો ફ્લાઈટ છુટી જશે
Vibrant Gujarat 2024 : વાયબ્રન્ટ સમિટને પગલે અમદાવાદ એરપોર્ટ પર ધસારો: એક જ દિવસમાં 400 ફ્લાઈટનો રેકોર્ડ, ડોમેસ્ટિક પેસેન્જરોને અપાયો આ આદેશ
Trending Photos
Ahmedabad Airport : વાઈબ્રન્ટ સમિટને લઇ એરપોર્ટ ઓથોરિટીએ એડવાઇઝરી જાહેર કરી છે. એરપોર્ટ ઉપર VVIP મુવમેન્ટને લઈ આ એડવાઈઝરી જાહેર કરાઈ છે. જે મુજબ, એરપોર્ટ ઉપર ટ્રાફિક કંટ્રોલ કરવા મુસાફરોને ફ્લાઇટ ટાઈમથી વહેલા એરપોર્ટ ઉપર પહોંચવા સૂચના અપાઈ છે. મહત્વનું છે આજથી જ અમદાવાદ એરપોર્ટ પર વાઈબ્રન્ટ ગુજરાતને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. મહેમાનોનું આગમન ધીરે ધીરે થઈ રહ્યું છે. વાયબ્રન્ટ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટોનો ઘસારો જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં 400 ફ્લાઈટનો રેકોર્ડ સર્જાયો છે. એરપોર્ટ પર VIP ના 150 થી વધુ જેટ આવશે.
મુસાફરો 3 કલાક પહેલા એરપોર્ટ પહોંચે
અમદાવાદ એરપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, અમદાવાદ એરપોર્ટ પર 9 થી 12 જાન્યુઆરી દરમિયાન વધુ મુસાફરોની અવરજવર થવાની અપેક્ષા છે. અમે અમારા તમામ મુસાફરોને વિનંતી કરીએ છીએ કે તેઓ આગળનું આયોજન કરે અને સીમલેસ મુસાફરી માટે વધારાનો સમય આપે. તમારી સલામતી અને આરામ અમારી ટોચની પ્રાથમિકતાઓ છે. વાયબ્રન્ટ સમિટને લઈ અમદાવાદ એરપોર્ટ પર ધસારો જોવા મળ્યો છે. તેથી ડોમેસ્ટિક પેસેન્જરોને 3 કલાક પહેલા પહોંચવા સૂચના અપાઈ છે.
પેસેન્જર એડવાઈઝરી જાહેર કરી
અમદાવાદ એરપોર્ટે સોશિયલ મીડિયા પર જાહેર કરેલી એડવાઈઝરીમાં જણાવ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ 9મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી દરમિયાન આયોજિત મેગા ઈવેન્ટને ધ્યાનમાં રાખીને ભારે મુસાફરોની અવરજવરની અપેક્ષા રાખી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને, અમે અમારા તમામ મુસાફરોને, SVPI એરપોર્ટ પરથી મુસાફરી કરવા, મુસાફરી સંબંધિત ઔપચારિકતાઓ માટે વધારાનો સમય ફાળવવા અને ફરજિયાત કરવા વિનંતી કરીએ છીએ. અમારા મુસાફરોની સલામતી, સુરક્ષા અને આરામ સુનિશ્ચિત કરવી એ દરેક સમયે અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
ગુજરાતમાં બન્યું પીએમઓ
વાઇબ્રન્ટ ગુજરાત 2024 અંતર્ગત મહાત્મા મંદિરમાં સમગ્ર પીએમઓ કાર્યાલય ઉભો કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમઓ લોન્ચ માં પ્રધાનમંત્રી દ્વારા દેશ-વિદેશના રાષ્ટ્ર મહાનુભવો અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે એના માટેની ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. આવતીકાલે સવારે પ્રધાનમંત્રી રાજભવનથી આવીને પીએમઓ કાર્યાલયમાં વ્યક્તિગત વન ટુ વન બેઠકો કરશે. પ્રધાનમંત્રી સમગ્ર દિવસ દરમિયાન કામમાંથી થોડીવાર આરામ કરવો હોય તો આરામ પણ કરી શકે એ માટે ખાસ બેજની વ્યવસ્થા પણ પીએમઓ લાઉન્જમાં કરવામાં આવી છે. મહાત્મા મંદિરમાં પીએમઓ કાર્યાલય આખેઆખું ઊભો કરાયો છે એમ કહી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે