અમદાવાદ: શહેરમાં એપરલ પાર્કથી અમરાઇવાડી સુધી મેટ્રો રેલનો ટ્રાયલ

 શહેરમાં મુસાફરો મેટ્રો ટ્રેન શરૂ થવાના એક પછી એક દિવસો ઓછા થતા જાય છે. જે અંતર્ગત મેટ્રોના અધિકારીઓ દ્વારા વધુ એકવાર ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મેટ્રો ટ્રેનને એપરલ પાર્કથી અમરાઇવાડી તરફ જતા એલીવેટેડ કોરીડોર પર અંત્યત ધીમી ગતીએ ચલાવવામાં આવી. 

અમદાવાદ: શહેરમાં એપરલ પાર્કથી અમરાઇવાડી સુધી મેટ્રો રેલનો ટ્રાયલ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરમાં મુસાફરો મેટ્રો ટ્રેન શરૂ થવાના એક પછી એક દિવસો ઓછા થતા જાય છે. જે અંતર્ગત મેટ્રોના અધિકારીઓ દ્વારા વધુ એકવાર ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મેટ્રો ટ્રેનને એપરલ પાર્કથી અમરાઇવાડી તરફ જતા એલીવેટેડ કોરીડોર પર અંત્યત ધીમી ગતીએ ચલાવવામાં આવી હતી. 

નોંધનીય છે કે, આ પહેલા એપરલપાર્ક સ્થીત ડેપોમાં 700 મીટરના ટ્રેક પર ટ્રેનનું ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ. મહત્વનું છેકે માર્ચ મહીનામાં કોઇપણ સમયે મેટ્રો ટ્રેનને વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના 6 કીલોમીટરના રૂટ પર મુસાફરો માટે ખુલ્લી મૂકવામાં આવી શકે છે.

પરંતુ જીએમઆરસીના અમદાવાદના એપરલપાર્ક ખાતે આવેલા ડેપોમાં 900 મીટર સુધીના ટ્રેક પર મેટ્રોના 3 કોચ, એટલે કે એક આખી ટ્રેનને સફળતાપૂર્વક દોડાવવામાં આવી. નોંધનીય છેકે ગત 28મી ડિસેમ્બરે સાઉથ કોરીયાથી મેટ્રોના 3 કોચને મુંદ્રા ખાતે લાવવામાં આવ્યા. જે બાદ તેને એપરેલપાર્ક ડેપો ખાતે ટ્રેક ઉપર ગોઠવવામાં આવ્યા હતા.

ગટરમાંથી ઘુસી ગુજરાતીઓના કરોડોના દાગીના-રોકડાની ચોરી

આવી જ 3 કોચની બીજી એક ટ્રેન 9મી ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચશે. જે બાદ સુરક્ષા સંબંધી તમામ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ વસ્ત્રાલથી એપરલપાર્ક સુધીના 6 કીલોમીટરના રૂટ પર ટ્રેનનો ઓપનલી ટ્રાયલ રન કરવામાં આવશે. મહત્વનું છે, કે છેલ્લા કેટલાક સમયથી મેટ્રોનું કામ પૂર ઝોશમાં ચાલી રહ્યું છે. કારણ કે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news