AHMEDABAD: ઉંચા ભાડે ગાડી માંગીને લોકોને છેતરતી ગેંગનો પર્દાફાશ, 4 આરોપી ઝડપાયા
લોકડાઉન દરમિયાન ઉંચી કિંમતે ગાડી ભાડે મેળવી પરત નહી આપતી ટોળકીનો પર્દાફાશ થયો છે. ડાકોર પોલીસે નોંધેલા ગુનાના આધારે તપાસ કરતા ઓઢવ પોલીસે ટ્રાફિક પોલીસ કર્મચારી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 49 લાખની કિંમતની 9 ગાડીઓ પણ કબ્જે લીધી છે. ઓઢવ પોલીસે કલરવ પટેલ, ચિંતન શર્મા, અક્ષય દેસાઇ અને વિશાલ પ્રજાપતિ નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: : લોકડાઉન દરમિયાન ઉંચી કિંમતે ગાડી ભાડે મેળવી પરત નહી આપતી ટોળકીનો પર્દાફાશ થયો છે. ડાકોર પોલીસે નોંધેલા ગુનાના આધારે તપાસ કરતા ઓઢવ પોલીસે ટ્રાફિક પોલીસ કર્મચારી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 49 લાખની કિંમતની 9 ગાડીઓ પણ કબ્જે લીધી છે. ઓઢવ પોલીસે કલરવ પટેલ, ચિંતન શર્મા, અક્ષય દેસાઇ અને વિશાલ પ્રજાપતિ નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
આ ચારેય આરોપીઓની ધરપકડ છેતરપિડી વિશ્વાસઘાતના ગુનામાં ધરપકડ કરી છે. આરોપીઓ ગુનાના માસ્ટર માઇન્ડ રવિન્દ્ર ભટ્ટ સાથે મળીને છેતરપિંડીની જાળ પાથરતો હતો. આ રીતે તેમણે 12 જેટલી ગાડીઓ પચાવી પાડી હતી. જે પૈકી 9 ગાડીઓની કિંમત 49 લાખ રૂપિયા થાય તે કબ્જે કરવામાં આવી છે. ગાડી ઉંચા ભાડે આપવાનાં બહાના માલિકો પાસેથી ગાડી કબ્જે લઇને પચાવી પાડતા હતા.
ત્યાર બાદ ભાડાની રકમ કે ગાડી પરત ન આપીને ગાડી ગીરવે મુકી દઇને ગાડીની ઉચાપત કરતા હતા. આ અંગે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. ચાર આરોપી પૈકી એક પોલીસ જવાન પણ છે. અક્ષય દેસાઇ નામનો આરોપી આઇ ડિવિઝન ટ્રાફીક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. નંબર પ્લેટ કાઢેલી ગાડીઓ અલગ અલગ જગ્યાએ ગીરવે મુકી છુપાવી રાખી હતી. કલરવ પટેલે આવી ગાડીઓ ખરીદી હતી.
ચિંતન અને વિશાલ આરોપી રવિન્દ્ર સાથે મળીને ગાડીઓ ડાકોરથી લાવી અમદાવાદમાં વેચતા અને છુપાવી રાખતા હોવાનું સામે આવ્યું છે. ઓઢવ પોલીસે 4 અળગ અલગ સ્થળેથી 48 કલાકના સર્ચ ઓપરેશન બાદ આરોપીઓ સાથે તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપીને ડાકોર પોલીસને સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે