RathYatra 2022: CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, કાલે કોરોના રિપોર્ટ આવ્યો હતો નેગેટિવ

સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ થતા પહિંદ વિધિ કોણ કરશે તે સવાલ ઊભો થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહિંદ વિધિ કરે તેવી અટકળો પણ હતી. પરંતુ ત્યારબાદ જગતના નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા સોનાની સાવરણીથી રસ્તો ચોખ્ખો કરવાની પહિંદ વિધિ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરતા તમામ અટકળો પર અંત આવી ગયો. 

RathYatra 2022: CM ભૂપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ, કાલે કોરોના રિપોર્ટ આવ્યો હતો નેગેટિવ

ઝી બ્યૂરો, અમદાવાદ: સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ થતા પહિંદ વિધિ કોણ કરશે તે સવાલ ઊભો થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહિંદ વિધિ કરે તેવી અટકળો પણ હતી. પરંતુ ત્યારબાદ જગતના નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા સોનાની સાવરણીથી રસ્તો ચોખ્ખો કરવાની પહિંદ વિધિ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરતા તમામ અટકળો પર અંત આવી ગયો. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 1, 2022

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનો ગઈકાલે ફરી વાર કરવામાં આવેલો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આમ પણ તેઓને કોરોનાના માત્ર હળવા લક્ષણો જ હતા અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી શ્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. આ પરંપરાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે 145મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર આ પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને જાળવી રાખી. મુખ્યમંત્રીશ્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને  ભગવાન જગન્નાથજીનું પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામા સહભાગી થયા હતા. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 1, 2022

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વ નિમિત્તે  સૌ નાગરિક ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું કે જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌને આરોગ્ય સુખાકારી,સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી છે. આ અવસરે  મહંતશ્રી દિલિપદાસજી, ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી મીનાક્ષીબેન તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ-શ્રદ્ધાળુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news