Ahmedabad: એક્સિડન્ટ કરીને ફેંક્ચર થયું હોવાનું કહીને તોડ કરતી ગેંગનો પર્દાફાશ, મોડેસ ઓપરેન્ડી જાણી ચક્કર ખાઈ ગઈ પોલીસ!

પૈસા પડાવવા અને ખંડણી ઉઘરાવવા અનેક ગેંગ અમદાવાદમાં ધીરે ધીરે સક્રિય થઈ રહી છે. ત્યારે વધુ એક ગેંગે અમદાવાદમાં આંતક મચાવ્યો છે. એક્સિડન્ટ કરીને ફેક્ચર થયું હોવાનું કહીને ઓપરેશનના નામે ખંડણી ઉઘરાવવાની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે.

Ahmedabad: એક્સિડન્ટ કરીને ફેંક્ચર થયું હોવાનું કહીને તોડ કરતી ગેંગનો પર્દાફાશ, મોડેસ ઓપરેન્ડી જાણી ચક્કર ખાઈ ગઈ પોલીસ!

મૌલિક ધામેચા/ અમદાવાદ: શહેરમાં અકસ્માત કરીને પૈસા પડાવતી ગેંગનો સરદારનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. કુબેરનગર નજીક ડોક્ટરની ગાડી સાથે અકસ્માત કરીને ફેક્ચરના નામે ખડણી ઉઘરાવતા આરોપી ગેંગની પોલ ખુલી ગઈ છે. જોકે સરદારનગર પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય કેટલા લોકોને આવી રીતે અકસ્માતના નામે પૈસા પડાવ્યા હતા તે બાબતે વધુ પૂછપરછ શરૂ કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે પૈસા પડાવવા અને ખંડણી ઉઘરાવવા અનેક ગેંગ અમદાવાદમાં ધીરે ધીરે સક્રિય થઈ રહી છે. ત્યારે વધુ એક ગેંગે અમદાવાદમાં આંતક મચાવ્યો છે. એક્સિડન્ટ કરીને ફેક્ચર થયું હોવાનું કહીને ઓપરેશનના નામે ખંડણી ઉઘરાવવાની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. આ ગેંગની હકીકત ત્યારે સામે આવી જ્યારે એક ડોક્ટર સાથે આ ગેંગે કાર સાથે અકસ્માત કર્યો. 

મોટો નિર્ણય; ગુજરાતમાં ધોરણ 1થી 9ની શાળાઓ ફરીથી ક્યાં સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ?

ઘટનાની વાત કરીએ તો કુબેરનગરમાં રહેતા ડોકટર મનોજ કોડવાણી ક્લિનિકથી પોતાના કારમાં જઈ રહ્યા હતા. ત્યારે આ એક્સિડન્ટ ગેંગના બે વ્યક્તિ એક્ટિવા લઈને આવીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં ઉંમર પઠાણને હાથમાં ફેક્ચર થયું, અને ડોકટર પાસે રૂ 65 હજારના ઓપરેશનના માંગ્યા હતા. ડોક્ટરે એક્સરે પડાવીને ઓર્થોપેડિક ડોક્ટરની મદદ લીધી તો આ ગેંગનો ભાંડો ફૂટ્યો હતો. આ ગેંગએ અગાઉ પણ આ પ્રકારે એક્સિડન્ટના નામે પૈસા પડાવ્યા હોવાનું સામે આવતા ડોક્ટરે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનામાં CCTV કેમેરામાં કેદ થયેલા શખ્સ ઉંમર પઠાણ છે અને પોલીસ કસ્ટડીમાં ઝડપાયેલા સાગરિતનું નામ મહેશ ઠાકોર છે. આ આરોપી પોતાનુ વાહન લઈને નીકળતા હતા અને ત્યારબાદ કોઈ પણ વાહન સાથે અકસ્માત કરીને ફેંકચરનુ નાટક રચતા હતા. ઉમરના હાથના ખંભે પહેલેથી ફેકચર છે. પરંતુ આરોપીએ ઓપરેશન કરાવવાના બદલે આ ફેકચરથી લોકોને લૂંટવાનુ ષડયંત્ર શરૂ કર્યુ. તે અકસ્માત કરીને એકસરે કઢાવતો હતો. જયા ફેંકચર બતાવવા હતા અને હોસ્પિટલમાં સારવારના ખર્ચ પેટે પૈસા પડાવતા હતા. 

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનીના વળતર મુદ્દે કૃષિમંત્રીની મોટી જાહેરાત

આ પ્રકારે આ ગેંગ અનેક લોકોને ટાર્ગેટ કર્યા હોવાનો ખુલાસો થયો છે. પરંતુ જયારે એક ડોકટરને ઠગવાનો પ્રયાસ કર્યો તો ખબર પડી કે આ ફેકચર 2018માં થયેલુ છે. અને છેલ્લા ચાર વર્ષથી આ ગેંગ અકસ્માત કરીને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. આ એક્સિડેન્ટ ગેંગે અનેક લોકો પાસેથી ફેંકચરના નામે ખંડણી ઉઘરાવી છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ ઉમર પઠાણ હજુ ફરાર છે. જેથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news