હોળીમાં દ્વારકા મંદિરનો દર્શનનો સમય બદલાયો, સમય જાણીને જ નીકળજો
Trending Photos
- યાત્રાધામ દ્વારકા ખાતે આ વખતે બે વર્ષ બાદ ફુલડોલ ઉત્સવ યોજાશે
- ધામધૂમપૂર્વક ઉજવણી થવાની હોઈ તે માટે તંત્રએ તડામાર તૈયારીઓ આરંભી
ઝી મીડિયા/બ્યૂરો :ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકા ખાતે હોળી-ફુલડોલનું અનેરું મહત્વ હોય છે. મોટી સંખ્યામા ભક્તો અહીં ભગવાન શ્રીકૃષ્ણ સંગ ફુલડોલના ખાસ દર્શન કરવા તેમજ ભગવાન સંગ ધુળેટી રમવા દૂર દૂરથી પગપાળા આવતા હોય છે. ત્યારે ભક્તોના દર્શનમાં કોઈ કચાશ ના રહી જેવા તેવા હેતુથી તંત્ર તેમજ મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા ફુલડોલ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 18 તારીખે મંદિરમાં ફુલડોલ ઉત્સવ યોજાશે.
અત્રે ઉલેખનીય છે કે, કોરોના કાળ બાદ આ વર્ષે દ્વારકામાં બે વર્ષ બાદ ફુલડોલ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. ત્યારે ભક્તોની ભીડ વધવાની શક્યતા હોઈ તેમજ પદયાત્રીઓ પણ ખૂબ દૂર દૂરથી આવી રહ્યા છે. આથી દ્વારકામાં દર્શન માટે ભીડ ન થાય કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને યાત્રિકોને તકલીફ ન પડે તે માટે મંડપો અને બેરીકેટ મુકવામાં આવ્યા છે. અલગ પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યા છે. એટલું જ નહિ પગપાળા આવતા યાત્રિકોને રસ્તા પર પરેશાની ના થાય તે હેતુથી વન રોડ જાહેર કરાયા છે. તો હાઇવે પર કોઈ અકસ્માત ના થાય તે માટે વાહનોની સ્પીડ લિમિટ પણ તંત્ર દ્વારા નકી કરી દેવાઈ છે.
હોળી અને ફુલડોલ ઉત્સવને ધ્યાને રાખીને દ્વારકાના જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
- હોળીના પર્વે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે
- સવારે 6થી બપોરના 1 વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ દર્શન થશે.
- બપોરે 1થી સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
- સાંજના 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે
- 18 માર્ચે ફુલડોલ મહોત્સવની ઉજવણી થશે
- ફુલડોલ પર્વે સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે
- સવારે 6થી બપોરના 1 વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ દર્શન
- બપોરના 1થી 1:30 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
- બપોરના દોઢ વાગ્યે ખાસ ઉત્સવ આરતી થશે
- બપોરે 1:30થી સાડ 3 વાગ્યા સુધી ફુલડોલ ઉત્સવ દર્શન
- બપોરે સાડ 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
- સાંજના 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે
આ પણ વાંચો : યુવતી જોઈને પીઘળી ગયા માધાપરના NRI, વડીલ અને યુવતી વચ્ચે બંધ રૂમમાં 15 મિનિટ એવો ખેલ ખેલાયો કે...
બીજી તરફ દ્વારકા પધારતા ભક્તો માટે હોટેલ, ધર્મશાળામાં લૂંટ ન ચલાવાય તેનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. યાત્રિકો પાસેથી વધુ ભાડા ના લેવાય તે પણ ધ્યાન તંત્ર દ્વારા લેવાય રહ્યું છે. તો મોટી સંખ્યામાં આવતા ભક્તોને જમવાનો આહાર પણ ઉત્તમ મળે તે માટે ફૂડ વિભાગને પણ એલર્ટ રખાયું છે. એટલું જ નહિ, અહીં પધારતા ભક્તોને તબીબી સારવારની જરૂર પડે તો તે માટે અલયાદી આરોગ્યની ટીમ પણ તંત્ર દ્વારા અહી તૈનાત કરાઇ છે.
સાથે જ આટલી મોટી ભીડમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે વધારા નો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ત્યારે તંત્ર અને મંદિર સમિતિ દ્વારા ભગવાન દ્વારકાધીશ સંગ રંગે રમવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવમાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા 18 તારીખના ફુલડોલ ઉત્સવનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારે ભક્તો ભગવાન શ્રીકૃષ્ણ સંગ હોળી ઉજવવા અધિરા બન્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે