માત્ર 999 રૂપિયામાં ખરીદો રેડમીનો 5G સ્માર્ટફોન, જાણો શું છે આ ખાસ ઓફર
ફ્લિપકાર્ટ પર ચાલી રહેલ બિગ સેવિંગ્સ ડે સેલમાં તમે આ સિરીઝના બે પોપ્યુલર સ્માર્ટફોન Redmi Note 10S અને Redmi Note 10T 5G ને 13 હજાર રૂપિયા સુધીની છૂટની સાથે ખરીદી શકો છો.
Trending Photos
નવી દિલ્હીઃ તો તમે બજેટ કે મિડ-રેન્જ સેગમેન્ટમાં પોતાના માટે એક દમદાર સ્માર્ટફોન ખરીદવાનું ઈચ્છી રહ્યાં છો તો Redmi Note 10 Series તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. ફ્લિપકાર્ટ પર ચાલી રહેલ બિગ સેવિંગ્સ ડે સેલમાં તમે આ સિરીઝના બે પોપ્યુલર સ્માર્ટફોન Redmi Note 10S અને Redmi Note 10T 5G ને 13 હજાર રૂપિયા સુધીની છૂટની સાથે ખરીદી શકો છો. 16 માર્ચ સુધી ચાલનારા આ સેલમાં બંને ફોન ખરીદવા સમયે એસબીઆઈ કાર્ડથી પેમેન્ટ કરવા પર તમને 1 હજાર રૂપિયા સુધીનું ફ્લેટ ડિસ્કાઉન્ટ પર પણ મળશે.
જો તમે આ બંને ફોનને એક્સચેન્જ ઓફરમાં લો તો તમારા જૂના ફોનના બદલામાં 13 હજાર રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે. તેવામાં જો તમારા જૂના ફોન માટે ફુલ એક્સચેન્જ વેલ્યૂ મળે છે તો રેડમી નોટ 10T 5G ના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળો ફોન તમને 13999 રૂપિયાની જગ્યાએ માત્ર 999 રૂપિયામાં મળી શકે છે.
આ રીતે 13 હજાર રૂપિયાના ફુલ એક્સચેન્જ વેલ્યૂની સાથે રેડમી નોટ 10S (6GB+128GB) તમને 15,999 રૂપિયાની જગ્યાએ 2999 રૂપિયામાં મળી શકે છે. આટલા સસ્તા ભાવ પર આ બંને ફોન તમને મળશે કે નહીં તે તમારા જૂના ફોનની કંડિશન પર નિર્ભર કરશે. પરંતુ SBI ક્રેડિટ કાર્ડ પર પેમેન્ટ કરવા પર 1 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળવું નક્કી છે. આવો જાણીએ આ બંને હેન્ડસેટ્સમાં શું છે ખાસ..
રેડમી નોટ 10S ના ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં 6.43 ઇંચની ફુલ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે. 6જીબી રેમ અને 128જીબી ઇન્ટરનલ સ્ટોરેજથી લેસ આ ફોનમાં કંપની મીડિયાટેક હીલિયો G95 પ્રોસેસર આપી રહી છે. ફોટોગ્રાફી માટે ફોનમાં એલઈડી ફ્લેશની સાથે ક્વાડ કેમેરા સેટઅપ ઓફર કરવામાં આવે છે. તેમાં 64 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે એક 8 મેગાપિક્સલ અને બે 2 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 5000mAh ની બેટરી આપવામાં આવી છે.
રેડમી નોટ 10T 5G ના ફીચર અને સ્પેસિફિકેશન
4જીબી રેમ અને 64જીબી ઇન્ટરનલ સ્ટોરેજથી લેસ આ ફોનમાં મીડિયાટેક ડાઇમેન્સિટી 700 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 6.56 ઇંચની ફુલ એચડી+ડિસ્પ્લે સાથે આવે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 48 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે એક 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને એક 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. તો સેલ્ફી માટે આ ફોનના ફ્રંટમાં કંપની 8 મેગાપિક્સલનો કેમેરો આપી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે