ગુજરાતીઓને મળશે ફ્લાવર વેલીને ભેટ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ જેવી મઝા અહીં માણી શકશો!
ફ્લાવર શૉ બાદ AMC લોકોને ફ્લાવર વેલીની ભેટ આપશે. રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદમાં લોકો ફ્લાવર વેલીની મજા માણી શકશે. નિકોલમાં ફ્લાવર વેલી તૈયાર કરવામાં આવી છે. આ ફ્લાવર વેલી તૈયાર કરવા માટે ગાર્ડન વિભાગે નવેમ્બર મહિનાથી જ તૈયારી કરવાની શરૂઆત કરી હતી.
Trending Photos
સપના શર્મા/અમદાવાદ: શહેરના ફ્લાવર વેલીની ભેટ મળવા જઈ રહી છે. ગુજરાતની પ્રથમ ફ્લાવર વેલી નિકોલમાં તૈયાર કરવામાં આવી છે. જમ્મૂ કશ્મીર અને ઉત્તરાખંડની જેમ ફ્લાવર વેલીની મજા અમદાવાદમાં માણી શકાશે. કોસ્મોસ નામના ફ્લાવરથી આખી ફ્લાવર વેલી તૈયારી કરવામાં આવી છે. જે સફેદ, રાણી, ગુલાબી જેવા રંગબેરંગી ફૂલોની પ્રજાતિ છે. ફ્લાવર વેલી તૈયાર થઈ જતાની સાથે જનતા માટે ખુલ્લી મુકવામાં આવશે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે ફ્લાવર શૉ બાદ AMC લોકોને ફ્લાવર વેલીની ભેટ આપશે. રાજ્યમાં પ્રથમ વખત અમદાવાદમાં લોકો ફ્લાવર વેલીની મજા માણી શકશે. નિકોલમાં ફ્લાવર વેલી તૈયાર કરવામાં આવી છે. આ ફ્લાવર વેલી તૈયાર કરવા માટે ગાર્ડન વિભાગે નવેમ્બર મહિનાથી જ તૈયારી કરવાની શરૂઆત કરી હતી. જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ જેવી ફ્લાવર વેલીની મજા અમદાવાદમાં માણી શકાશે.
કોસ્મોસ નામના ફ્લાવરથી ફ્લાવર વેલી તૈયાર કરવામાં આવી રહી છે. કોસ્મોસ ફ્લાવર સફેદ, મરૂન, ગુલાબી જેવા રંગબેરંગી ફૂલની પ્રજાતિ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે