સૌરાષ્ટ્ર બાદ હવે પ્રદેશ પ્રમુખ ઉત્તરગુજરાતની મુલાકાતે, અંબાજી દર્શનથી શરૂ કરશે અભિયાન
Trending Photos
રાજકોટ: ગુજરાત ભાજપના પ્રમુખપદે ચૂંટાયા બાદ સી.આર પાટીલ ગુજરાતનાં રાજકારણને સમજી રહ્યા છે અને નવી ટીમની રચના માટેની રણનીતિના ભાગરૂપે તેમણે પ્રવાસ પણ શરૂ કરી દીધો છે. જેમાં સૌ પ્રથમ મુખ્યમંત્રીનાં વિસ્તાર સૌરાષ્ટ્રનો તાગ તેમણે મેળવ્યો હતો. હવે આગામી 3 સપ્ટેમ્બરથી ઉત્તગુજરાતનાં પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે. પાટીલ સૌપ્રથમ અંબાજી દર્શન કરીને ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત કરશે. જ્યાં તમામ કાર્યકર્તાઓની મુંઝવણ, ફરિયાદ અને રજુઆત સાંભળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે સ.આર પાટીલની નિમણુંક સાથે જ ભાજપના સ્થાનિક નેતાઓમાં ગણગણાટ શરૂ થઇ ગયો હતો. પાટીલે પણ પોતાની સ્ટ્રેટેજી સાથે જોરશોરથી કામગીરી ચાલુ કરી દીધી છે. જેમાં નવા સંગઠનની રચના પહેલા પાટીલે પહેલા જ પ્રવાસ મુખ્યમંત્રીના વિસ્તારથી કર્યો હતો. હવે બીજા રાઉન્ડમાં નાયબમાં મુખ્યમંત્રીનાં મત વિસ્તાર ઉત્તર ગુજરાતમાં તેઓ રેલી અને મુલાકાતો યોજશે. આ મુલાકાત પાછળ નવા સંગઠનની રચના મુખ્ય હેતું છે.
ગુજરાતમાં ભાજપ સંગઠનમાં ધરમુળથી પરિવર્તન લાવવા માટે પાટીલ સક્રિય થયા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લોકસભાની તમામ 26 રાજ્યસભા અને 182માંથી 182 વિધાનસભા સીટોના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યા છે. આ સ્થિતીમાં ભાજપનાં આંતરિક વર્તુળોનો તાગ મેળવવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. 2017ની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠકો મળ્યા બાદ સરકારની કામગીરી અને સંગઠન સાથેના સંકલનની સ્થિતી અંગે ચર્ચા કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે