યુનિવર્સિટીમાંથી નર્સિગ બાદ હવે ફિઝિયોથેરાપીની ઉત્તરવહી ગુમ, ગુજરાતમાં પ્રથમવાર આ વિધેયક હેઠળ નોંધાયો ગુનો
ગુજરાત યુનિવર્સિટીમાં 10 જુલાઈએ બોટની વિભાગમાંથી નર્સિંગની ઉત્તરવહી ગાયબ થઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી હતી.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાંથી નર્સિગ પછી હવે ફિઝિયોથેરાપીની ઉત્તરવહી ગાયબ થઈ હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે પકડાયેલા આરોપી સંજય પાસેથી ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીની 6 ઉત્તરવહી મળી આવી છે. નર્સિંગ વિભાગની ગાયબ થયેલી 14 ઉત્તરવહી ઉપરાંત વધુ 6 ઉત્તરવહી મળતા પોલીસે તપાસ તેજ કરી છે.
ફિઝિયોથેરાપીના વિદ્યાર્થિની 6 ઉત્તરવહી ગુમ થવાની ઘટનાથી યુનિવર્સિટીના સત્તાધીશો અજાણ છે. જો આ બાબતે નિષ્પક્ષ તપાસ કરાશે અન્ય મોટા માથાઓના નામ ખુલે તેવી શક્યતા છે. નર્સિંગની ઉત્તરવહીની હેરાફેરી કરનારા માસ્ટર માઈન્ડ સની ચૌધરી અને અમિતસિંઘ પકડાયા નથી ત્યાં પકડાયેલા આરોપી પાસેથી વધુ 6 ઉત્તરવહી પકડાઈ છે.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા બોટની વિભાગમાંથી બી.એસસી. નર્સિંગની ઉત્તરવહી ચોરી થવાનો મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. પોલીસને આરોપી પાસેથી વધુ 6 ફિઝિયોથેરાપીની ઉત્તરવહી મળી આવી છે. ગુજરાત યુનિવર્સિટીના હંગામી કર્મચારી સંજય ડામોરની તપાસ કરતા ઉત્તરવહી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે ગુજરાત યુનિવર્સિટી તરફથી ફિઝિયોથેરાપીની ઉત્તરવહી ચોરી થવા અંગે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઈ નથી.
ઉત્તરવહી ચોરીકાંડ મામલે દોઢ મહિના બાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જે આરોપીની તપાસ દરમિયાન પોલીસને વધુ છ ઉત્તરવહી ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓની મળી આવી છે. આ વિદ્યાર્થીઓની પણ પોલીસ પૂછપરછ કરશે. બીજી બાજુ પોલીસે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023ની કાયદાની કલમ મુજબ પોલીસે ગુનો નોંધ્યો છે. 10 જુલાઈએ નર્સિંગની ઉત્તરવહી ચોરી થયા બાદ ગુજરાત યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરતા શરૂઆતના સની ચૌધરી અને અમરસિંહ નામના 2 આરોપીઓની સંડોવણી બહાર આવી હતી. બંનેને મદદ કરતા તરીકે ગુજરાત યુનીવર્સિટીના સંજય ડામોરનું નામ ખૂલ્યું હતું.
ત્યારબાદ સાયબર ક્રાઇમની મદદથી પોલીસે ગુજરાત યુનિવર્સિટીના હંગામી કર્મચારી સંજય ડામોરની ધરપકડ કરી હતી. સંજય ડામોર સાથે સની અને અમરસિંહની વાત થઈ હોવાના પુરાવા પણ ફોનમાંથી મળ્યા હતા. સની ચૌધરી સાથે સંપર્ક થતાં સંજય ડામોર ઉત્તરવહી ચોરી કરતો હતો. એક વિદ્યાર્થી પાસેથી 50 હજાર રૂપિયા મળવાના હતા, જેમાં તેનો ભાગ હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે