IMD Alert: ઓગસ્ટની કસર સપ્ટેમ્બર મહિનામાં થશે પૂરી, હવામાન વિભાગે કરી મહત્વની આગાહી
Weather Update: ભારતીય હવામાન વિભાગે 2 સપ્ટેમ્બરથી ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઓગસ્ટમાં ઓછો વરસાદ પડતા ખેડૂતો હવે સપ્ટેમ્બર પર આશા રાખીને બેઠા છે.
Trending Photos
નવી દિલ્હીઃ IMD Rain Alert: ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે 2 સપ્ટેમ્બરથી ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરી આંધ્ર પ્રદેશ, તેલંગણામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય હવામાન વિભાગે કહ્યું કે આગામી 2-3 દિવસ દરમિયાન અંડમાન-નિકોબાર દ્વીપ સમૂહ અને આત્યંતિક દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં છુટાછવાયાથી ભારે વરસાદની સંભાવના છે.
ભારે વરસાદની આગાહી
આઈએમડીએ 1 સપ્ટેમ્બર સુધી પુડુચેરીના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય આઈએમડીએ આંધ્ર પ્રદેશમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ગુરૂવારે હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે શનિવાર અને રવિવારે વિભાગે એનસીએપી, યાનમ, એસસીએપી અને રાયલસીમાના અલગ-અલગ ભાગમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.
ઓડિશામાં કેવો રહેશે વરસાદ
ઓડિશાના 30 જિલ્લામાંથી 11 જિલ્લામાં ઓછો વરસાદ થયો છે, જ્યારે 18માં સામાન્ય વરસાદ થયો છે. માત્ર એક જિલ્લા બૌધમાં ચાલુ સીઝન દરમિયાન 21 ટકા વધુ વરસાદ થયો છે. ભુવનેશ્વરની વાત કરીએ તો અહીં 1 સપ્ટેમ્બરથી સ્થિતિ બદલી જશે અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઘણા જિલ્લામાં ભારે વરસાદ અને વીજળી પડવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે.
અસમમાં પૂરથી સ્થિતિ ખરાબ
આ વચ્ચે અસમના મોરીગાંવ જિલ્લામાં પૂરની સ્થિતિ બનેલી છે, કારણ કે પૂરની લહેરથી લગભગ 45000 લોકો પ્રભાવિત થયા છે. જિલ્લાના ઓછામાં ઓછા 105 ગામ પૂરથી પ્રભાવિત થયા છે. મોરીગાંવ જિલ્લામાં પૂરના પાણીથી 3059 હેક્ટરથી વધુનો પાક જળમગ્ન થઈ ગયો છે.
પૂર્વોત્તર ભારત
2 અને 3 સપ્ટેમ્બરે અસમ અને મેઘાલયમાં વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે. આ સિવાય આગામી ચાર દિવસ દરમિયાન નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ-અલગ જગ્યા પર ભારે વરસાદની સંભાવના છે.
દક્ષિણ-પૂર્વ ભારત
1થી 3 સપ્ટેમ્બર દરમિયાન અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, 3 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળના ગંગાના વિસ્તાર અને 2 સપ્ટેમ્બરે ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની આગાહી કરવામાં આવી છે.
મધ્ય ભારત
2 અને 3 સપ્ટેમ્બરે દક્ષિણી છત્તીસગઢમાં અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.
દક્ષિણ ભારત
હવામાન વિભાગે જણાવ્યું કે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 1 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તરી તટીય આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં 2-3 સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે