સુરત: હવાલા કૌભાંડના આરોપી અફરોઝ ફટ્ટાનો વીડિયો વાઈરલ, સાથે છે આદિત્ય પંચોલી

હવાલા કૌભાંડનાં આરોપી અફરોઝ ફટ્ટાનો વીડિયો વાઇરલ થયો છે. સુરતનાં અડાજણ પાટિયા નજીકની ખાનગી હોસ્પિટલનો આ વીડિયો હોવાની ચર્ચા છે. જેમાં અફરોઝ ફટ્ટા સાથે બોલિવૂ઼ડ સ્ટાર આદિત્ય પંચોલી પણ જોવા મળી રહ્યો છે. ગરીબ દર્દીનાં પરિવાર સાથે વીડિયોમાં ફોટોસેશન કરાવતા નજરે પડે છે. 

સુરત: હવાલા કૌભાંડના આરોપી અફરોઝ ફટ્ટાનો વીડિયો વાઈરલ, સાથે છે આદિત્ય પંચોલી

સુરત: હવાલા કૌભાંડનાં આરોપી અફરોઝ ફટ્ટાનો વીડિયો વાઇરલ થયો છે. સુરતનાં અડાજણ પાટિયા નજીકની ખાનગી હોસ્પિટલનો આ વીડિયો હોવાની ચર્ચા છે. જેમાં અફરોઝ ફટ્ટા સાથે બોલિવૂ઼ડ સ્ટાર આદિત્ય પંચોલી પણ જોવા મળી રહ્યો છે. ગરીબ દર્દીનાં પરિવાર સાથે વીડિયોમાં ફોટોસેશન કરાવતા નજરે પડે છે. 

અત્રે જણાવવાનું કે ઈડીના દરોડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સુરત નિવાસી કથિત વેપારી અફરોઝ ફટ્ટાનું નામ હવાલા કૌભાંડમાં ખુબ ચગ્યું હતું. ઈડીએ લગભગ 700 કરોડના ગેરકાયદેસર હવાલાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ હવાલા કૌભાંડમાં 4000 કરોડ પર પહોંચે તેવું લાગતું હતું પરંતુ ત્યારબાદ તે 10,000 કરોડે પહોંચ્યું હતું. ઈડીએ અફરોઝની સામે કેસ દાખલ કરીને જેલ ભેગો કર્યો હતો.

હવે આ નવા વીડિયોથી પાછો વિવાદ ઊભો થયો છે. હવાલા કાંડનો આરોપી અફરોઝ ફટ્ટા બોલિવૂડ સ્ટાર આદિત્ય પંચોલી સાથે જોવા મળી રહ્યો છે. વીડિયો સુરતના અડાજણ પાટિયાની ખાનગી હોસ્પિટલનો હોવાનું કહેવાઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news