"ઇન્દોર 56" નો કોન્સેપટ એડોપ્ટ કરી સુરત મનપાએ કર્યો કંઈક ખાસ પ્લાન, પછી તો સુરતીઓને મોજે મોજ
હાલ જ સુરત ખાતે દેશની સૌપ્રથમ ત્રિદિવસીય સ્માર્ટ સિટિસ સમિટ યોજાઈ. જેમાં દેશના અલગ અલગ રાજ્યોના અલગ અલગ શહેરોના પ્રતિનિધિઓ આવ્યા હતાં. આ સમિટમાં ખાસ કરીને દેશના અન્ય સ્માર્ટ સિટિની યોજનાઓ પર ચર્ચા વિચારણા બાદ તેનું એડોપ્ટેશન કરવા અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી
Trending Photos
ચેતન પટેલ, સુરત: કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ... આ કહેવત ખાસ સુરતી જમણ માટે પડી છે. કારણકે સુરત જેવું જમણ ક્યાંય નથી મળતું. એટલે જ તો બહારથી આવતા લોકો સુરતી ખાવાનું ચૂકતા નથી. જો કે હવે વિદેશથી કે બહારગામથી સુરત ફરવા આવતા લોકો માટે હવે સુરતી વાનગીઓનો ચટાકો માણવા અલગ અલગ જગ્યાએ નહિ જવું પડે. કારણકે સ્માર્ટ સીટી અંતર્ગત મનપા એક અલગ વ્યવસ્થા કરી રહી છે. આ વ્યવસ્થા અંતર્ગત સુરત મનપા શહેરમાં એક એવી જગ્યા શોધી રહી છે જ્યાં સુરતની તમામ જાણીતી વાનગીઓ ખાણીપીણી માટે ઉપલબ્ધ હોય.
હાલ જ સુરત ખાતે દેશની સૌપ્રથમ ત્રિદિવસીય સ્માર્ટ સિટિસ સમિટ યોજાઈ. જેમાં દેશના અલગ અલગ રાજ્યોના અલગ અલગ શહેરોના પ્રતિનિધિઓ આવ્યા હતાં. આ સમિટમાં ખાસ કરીને દેશના અન્ય સ્માર્ટ સિટિની યોજનાઓ પર ચર્ચા વિચારણા બાદ તેનું એડોપ્ટેશન કરવા અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા ઇન્દોરમાં બનાવવામાં આવેલ "ઇન્દોર 56" ના કોન્સેપટને એડોપ્ટ કરવા અંગેની પહેલ કરવાં આવી હતી.
આ કન્સેપ્ટ ઇન્દોર શહેર દ્વારા તેમના શહેરની 56 જેટલી અલગ અલગ ફેમસ વાનગીઓ એકજ જગ્યાએ મળે તેવું આયોજન સ્માર્ટ સીટી મિશન હેઠળ કરાયું હતું. જે સુરત મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓને પસંદ આવતા તેમણે કોન્સેપટ એડોપ્ટ કરવાનું નક્કી કર્યું છે. ઇન્દોરએ આ કન્સેપ્ટમાં શહેરમાં જ્યાં ગીચ દુકાનો આવી હતી તે જગ્યાને ડિમોલિશન કર્યા બાદ ત્યાં નવી દુકાનોનું આયોજન કર્યું હતું.
તે તમામ દુકાનોમાં ઇન્દોરની પ્રખ્યાત 56 જેટલી વાનગીઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુરત મનપા પણ હવે શહેરમાં એવી જ કોઈ જગ્યા શોધી રહી છે. જ્યાં સુરતની ફેમસ વાનગીઓ જેવી કે લોચો, ઘારી, આલુપુરી સહિત ઘણી બધી અન્ય વેરાયટીસ એક જગ્યાએ મળી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે