Sedition Law: સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, રાજદ્રોહ કાયદા પર લગાવી રોક, નવા કેસ દાખલ નહીં થઈ શકે

સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાયદા પર પુર્નવિચાર સુધી તેના ઉપયોગ પર રોક લગાવી છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને કહ્યું છે કે પુર્નવિચાર સુધી રાજદ્રોહ એટલે કે આઈપીસીની કલમ 124એ હેઠળ કોઈ નવા કેસ દાખલ કરવામાં ન આવે. હવે આ મામલે આગામી સુનાવણી જુલાઈમાં થશે. 

Sedition Law: સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, રાજદ્રોહ કાયદા પર લગાવી રોક, નવા કેસ દાખલ નહીં થઈ શકે

Sedition Law: સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદા પર પુર્નવિચાર થાય ત્યાં સુધી તેના ઉપયોગ પર હાલ પુરતી રોક લગાવી છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને કહ્યું છે કે પુર્નવિચાર સુધી રાજદ્રોહ એટલે કે આઈપીસીની કલમ 124એ હેઠળ કોઈ નવા કેસ દાખલ કરવામાં ન આવે. હવે આ મામલે આગામી સુનાવણી જુલાઈના ત્રીજા અઠવાડિયામાં થશે. આ સાથે જ કોર્ટે કહ્યું કે જે પેન્ડિંગ કેસ છે તેના પર યથાસ્થિતિ જાળવી રાખવી. રાજદ્રોહના આરોપમાં જે કેસ ચાલી રહ્યા છે અને તે હેઠળ જે આરોપી જેલમાં બંધ છે તેઓ જામીન માટે કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. અત્રે જણાવવાનું કે રાજદ્રોહ કાયદાની બંધારણીય માન્યતાને પડકારવા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. 

આ સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કર્યો અને જણાવ્યું કે અમે રાજ્ય સરકારને મોકલવામાં આવનારા નિર્દેશનો એક ડ્રાફ્ટ  તૈયાર કર્યો છે. જે મુજબ રાજ્ય સરકારોને સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવશે કે જિલ્લા પોલીસ કેપ્ટન કે એસપી કે તેનાથી ઊંચા સ્તરના અધિકારીની મંજૂરી વગર રાજદ્રોહની કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે. આ દલીલ સાથે તેમણે કોર્ટને કહ્યું કે હાલ આ કાયદા પર રોક લગાવવામાં ન આવે. તેમણે એ પણ કહ્યું કે પોલીસ અધિકારી રાજદ્રોહની જોગવાઈઓ હેઠળ એફઆઈઆર દાખલ કરવાના સમર્થનમાં યોગ્ય કારણ પણ જણાવશે. કાયદા પર પુર્નવિચાર સુધી વૈકલ્પિક ઉપાય શક્ય છે. 

— ANI (@ANI) May 11, 2022

બીજી બાજુ અરજીકર્તાનો પક્ષ રજૂ કરતા વકીલ કપિલ સિબ્બલે કોર્ટ પાસે માંગણી કરી હતી કે રાજદ્રોહના કાયદા પર તત્કાળ રોક લગાવવાની જરૂર છે. આ તમામ દલીલો બાદ કોર્ટે રાજદ્રોહના કાયદાના ઉપયોગ પર હાલ રોક લગાવી છે. આ સાથે કેન્દ્ર સરકારને આ કાયદા પર પુર્ન વિચાર કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી સમીક્ષા ન થઈ જાય ત્યાં સુધી આ કાયદા હેઠળ કોઈ કેસ નોંધાશે નહીં. આ સાથે જ પેન્ડિંગ કેસમાં પણ કોઈ કાર્યવાહી નહીં કરી શકાય. 

— ANI (@ANI) May 11, 2022

રાજદ્રોહ કાયદાની બંધારણીય માન્યતા પર સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચ સુનાવણી કરી રહી છે જેમાં ચીફ જસ્ટિસ એનવી રમણા, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હિમા કોહલી સામેલ છે. આ મામલે કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરીને જણાવ્યું હતું કે સરકારે રાજદ્રોહ કાયદા પર પુર્નવિચાર અને તેની પુર્ન તપાસ કરાવવાનો નિર્ણય કર્યો છે. એ પણ જણાવ્યું કે તે રાજદ્રોહ કાયદાની કલમ 124એની બંધારણીય માન્યતા પર ફરીથી વિચાર કરશે. ત્યાં સુધી સુનાવણી  ન થાય. જો કે કોર્ટે કેન્દ્રનો આ પક્ષ ન માન્યો અને કાયદા પર હાલ રોક લગાવી છે. 

જુઓ Live TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news