મહેસાણાના બાળકોનું કુપોષણ દુર કરવા જિલ્લા તંત્રએ ટાસ્ટ ફોર્સની રચના કરી

જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્રએ હાલ માં કમર કસી છે

મહેસાણાના બાળકોનું કુપોષણ દુર કરવા જિલ્લા તંત્રએ ટાસ્ટ ફોર્સની રચના કરી

તેજસ દવે/ મહેસાણા: જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્રએ હાલ માં કમર કસી છે. જિલ્લામાં અતિઓછા વજનવાળા બાળકોનું મોનીટરીંગ અને કુપોષણ નિવારણ માટે ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સનુંગઠન કરવામાં આવ્યું છે. જિલ્લામાં ૧૧૯૬ જેટલા અતિકુપોષીત બાળકો માટે ખાસ તપાસણી કાર્યક્રમનું આયોજન કરાયું છે.આ ઉપરાંત જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે સમાજ સંગઠનો દ્વારા પણ પહેલ કરાઇ છે. જે પગલે મહેસાણા જિલ્લાની વિસનગર એ.પી.એમ.સી દ્વારા વિસનગર તાલુકાના ૨૪૭ અતિકુપોષીત બાળકોને દત્તક લઇ નવી પહેલ કરી વિસનગરને કુપોષણ મુક્ત કરવાનો પ્રયાશ શરુ કરવામાં આવ્યો છે.

મહેસાણા જિલ્લામાં કુપોષણ મુક્ત બાળક બને તે માટે ખાસ પગલાં ભરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લાના વિસનગર એ.પી.એમ.સી દ્વારા વિસનગર તાલુકાના ૨૪૭ અતિકુપોષીત બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તાલુકાના બાળકોને વિસનગર એ.પી.એમ.સીએ દત્તક લીધા છે. જેમાં આજે ખાસ કરીને સીંગ, ગોળ, ચણા, ખજુર સહિત પ્રોટીન વિથ વિટામીન્સ મિનરલ્સ એન્ડ ડીએચએ પાઉડર અને દુધની ખાસ કીટ આપવા અને તેમને 3 મહિના સુધી તેની દેખભાળ રાખવા સહીત જ્યાં સુધી બાળક કુપોષણમાંથી મુક્ત ન થઇ જાય ત્યાં સુધી નો પ્રયાસ કરવા માં આવશે તેવું આયોજન એ.પી.એમ.સી દ્વારા કરવા માં આવ્યું હોવાથી કુપોષિત બાળકોની માતાઓએ આ દત્તક કાર્યક્રમ ને વધાવ્યો હતો. 

વિસનગર એ.પી.એમ.સીને વિસનગર તાલુકાના દત્તક બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા માટે માસિક રૂ.૯૯૩૩૫ રૂપિયાનો ખર્ચ થશે. ત્યારે વિસનગર તાલુકા બાળકોને દત્તક લઇ પુરતુ પોષણ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.  જિલ્લા કક્ષાએ વહીવટીતંત્ર દ્વારા ટાસ્કફોર્સ, એકશન પ્લાન અને ફોલોઅપ કરી આ માટે ખાસ કમર કસી છે. તેમણે જિલ્લાને સંપુર્ણ કુપોષણ મુક્ત બનાવવા માટે સમાજ સંગઠનો, સેવાભાવી સંસ્થાઓ અને જનસમુદાયને અપીલ કરી હતી. જેમાં વિસનગર ધારાસભ્ય સહીત વિસનગર એ.પી.એમ.સી દ્વારા આ કાર્યક્રમનું બિડું જડ્પ્યું છે. જેમાં જિલ્લા કક્ષાએ બાળકોનું વજન,મેડીકલ ટ્રીટમેન્ટ,પોષણ યુક્ત આહાર આપી બાળકોને બાલવીર બનાવવા માટે કામ શરુ કર્યું છે જેમાં વિસનગર એ.પી.એમ.સી જેવી સંસ્થાઓ નો સહયોગ ખાસ જોવાયો છે.

 

વિસનગર તાલુકાના અતિકુપોષીત બાળકોને પોષણ યુક્ત બનાવવા એ.પી.એમ.સી દ્વારા કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લાને કુપોષણ મુક્ત બનાવી સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે આગળ આવવા અપીલ પણ કરી હતી. કાર્યક્રમમાં અતિકુપોષીત બાળકોને એ.પી.એમ.સીદ્વારા પોષણ કીટ આપવામાં આવી હતી અને આવનારા સમયમાં ખાસ આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news