અમદાવાદ એરપોર્ટ થયું અદાણીનું!! દેશના 5 એરપોર્ટના સંચાલનનો 50 વર્ષ માટે મળ્યો ઇજારો

 દેશના 6 મોટા એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાતનું સૌથી મોટું બિઝનેસ ગ્રૂપ અદાણીને દેશના 5 એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. 

અમદાવાદ એરપોર્ટ થયું અદાણીનું!! દેશના 5 એરપોર્ટના સંચાલનનો 50 વર્ષ માટે મળ્યો ઇજારો

અમિત રાજપૂત/અમદાવાદ : દેશના 6 મોટા એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગુજરાતનું સૌથી મોટું બિઝનેસ ગ્રૂપ અદાણીને દેશના 5 એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેમાં અમદાવાદ પણ સામેલ છે. અમદાવાદ એરપોર્ટની બાગડોર હવે 50 વર્ષ સુધી અદાણી ગ્રૂપ દ્વારા કરવામાં આવશે.

અદાણી એન્ટરપ્રાઈઝે આજે દેશના 5 મોટા શહેરનો એરપોર્ટ માટે લગાવવામાં આવેલી બોલી જીતી લીધી છે. તેમાં મેંગલોર, લખનઉ, ત્રિવેન્દ્રમ, અમદાવાદ અને જયપુર સામલ છે. આ પાંચેય એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે હવે અદાણી ગ્રૂપ 50 વર્ષ સુધી અમદાવાદ સહિત આ પાંચેય એરપોર્ટની બાગડોર સંભાળશે. AAI (એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ 6 એરપોર્ટનુ ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુવાહાટી એરપોર્ટ માટે આવતીકાલે 26 ફેબ્રુઆરીના રોજ બોલી લગાવવામાં આવશે. 

684950-svpi-sardar-vallabhb.jpg

એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, 6 શહેરો માટે 10 બિડરે 32 બોલી લગાવી હતી. કોચીન ઈન્ટરનેશનલ એરોપર્ટ, પીએનસી ઈન્ફ્રાએ પણ બોલીમાં ભાગ લીધો હતો. પરંતુ તેઓ હરાજી સફળ થઈ શક્યા ન હતા. સૂત્રોનું કહેવું છે કે, જે 5 એરપોર્ટમાં પેસેન્જર ટિકીટ પર લાગતી ફીમાંથી કમાણીનો ભાગ મળશે, ન કે રેવન્યુ શેર પર. ઉલ્લેખનીય છે કે, ગુવાહાટી એરપોર્ટ માટે આવતીકાલે 26 ફેબ્રુઆરીના રોજ બોલી લગાવવામાં આવશે. 

અદાણી ગ્રૂપે મુંબઈ એરપોર્ટમાં 23 ટકા ભાગીદારી ખરીદવાની પણ રજૂઆત કરી છે. તેમાં બે દક્ષિણ આફ્રિકી કંપનીઓ છે, જેની 23.5 ટકા ભાગીદારી છે. આ પર અદાણીનો મુકાબલો જીવીકે ગ્રૂપ સાથે થશે, જેને બંને કંપનીઓની ભાગીદારી ખરીદીને મુંબઈ એરપોર્ટમાં ભાગીદારી વધારવામાં રસ બતાવ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news