Paresh Rawal apologises : બંગાળી-માછલી મુદ્દે ટ્રોલ થતા પરેશ રાવલે માફી માંગી, ગુજરાત ચૂંટણીના પ્રચારમાં આપ્યુ હતું વિવાદાસ્પદ નિવેદન
Paresh Rawal Say Sorry : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન બંગાળીઓ વિશે વિવાદિત નિવેદન કરવા પર પરેશ રાવલે માફી માંગી
Trending Photos
Paresh Rawal Controverisal Statement in Gujarat Chutni 2022 : બોલિવુડ અભિનેતા પરેશ રાવલે 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં મોડે મોડે એન્ટ્રી કરી. પરંતું પ્રથમ તબક્કાના મતદાન દિવસે પરેશ રાવલે વલસાડમાં જંગી જનસભા સંબોધી હતી. જ્યાં તેમણે બંગાળીઓ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. તેમનું આ વિવાદાસ્પદ નિવેદન વાયરલ થયુ હતું, અને લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા. જેના બાદ તેઓએ માફી માંગતી ટ્વીટ કરી હતી. અભિનેતા પરેશ રાવલને વલસાડમાં બંગાળીઓ પર કરાયેલા વિવાદિત નિવેદન પર માફી માંગવી પડી છે. તેઓએ સ્પષ્ટતા આપતા કહ્યું કે, બંગાળીઓથી તેમનો મતલબ ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યાથી હતો. છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું.
પૂર્વ સાંસદ અને અભિનેતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચાર છે. વલસાડમાં તેઓએ કહ્યુ હતું કે, ગુજરાતના અનેક લોકો મોંઘવારી તો સહન કરી લેશે, પરંતું બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને નહિ. તેમણે પ્રચાર રેલીમાં કહ્યું હતું કે, ગેસ સિલેન્ડર મોંઘા થઈ રહ્યાં છે, ક્યારેક તો તેમના ભાવ નીચા જશે. લોકોને રોજગાર પણ મળશે. પરંતુ દિલ્હીની જેમ જો રોહિંગ્યા અને બાંગ્લાદેશી તમારી આસપાસ રહેવા લાગ્યા તો શું થશે. ગેસ સિલેન્ડરનું તમે શું કરશો. બાંગ્લાદેશીઓ માટે માછલી પકવશો. ગુજરાતના લોકો મોંઘવારી સનહ કરશે, પરંતુ પાડોશી બાંગ્લાદેશી અને રોહિંગ્યાને નહિ.
પરેશ રાવલ આ નિવેદન આપીને ટ્રોલ થયા હતા. અને અંતે જ્યારે લાગ્યું વિવાદ વધી રહ્યો છે તેઓએ માફી માંગી લીધી. તેઓ માફી માગતી ટ્વીટમાં જવાબ આપ્યો કે, નિશ્ચિત રૂપથી માછલી કોઈ મુદ્દો નથી, કારણ કે, ગુજરાતીઓ માછલી પકવે-ખાય છે. પરંતું સ્પષ્ટ કરી દઉં કે બંગાળીથી મારો મતલબ ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યાથી છે. પરંતું છતાં જો તમારી ભાવના દુભાઈ છે તો માફી માંગુ છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે