રાજકોટ પોલીસ પર આરોપીઓનો છરી વડે હુમલો, જાહેર રસ્તા પર દિલધડક દ્રશ્યો

શહેરમાં બે દિવસમાં ચીલઝડપની ત્રણ ઘટના સામે આવી છે, ત્રણેય ઘટના કેમેરામાં કેદ થઇ હતી. જેના કારણે ચીલઝડપ કરનારા આરોપીઓને દિલધડક રીતે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. ચીલઝડપના આરોપીએ નાસવા જતા ક્રાઇમબ્રાંચના અધિકારીઅશોક ડાંગર પર ચાકુથી હુમલો કર્યો હતો. આ ઘર્ષણ વધારે ઉગ્ર બને તે પહેલા ક્રાઇમબ્રાંચની ટીમે આરોપીને નીચે પછાડી દીધો હતો. પોલીસનો કાફલો પણ આવી પહોંચતા આરોપીની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. 
રાજકોટ પોલીસ પર આરોપીઓનો છરી વડે હુમલો, જાહેર રસ્તા પર દિલધડક દ્રશ્યો

રાજકોટ : શહેરમાં બે દિવસમાં ચીલઝડપની ત્રણ ઘટના સામે આવી છે, ત્રણેય ઘટના કેમેરામાં કેદ થઇ હતી. જેના કારણે ચીલઝડપ કરનારા આરોપીઓને દિલધડક રીતે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. ચીલઝડપના આરોપીએ નાસવા જતા ક્રાઇમબ્રાંચના અધિકારીઅશોક ડાંગર પર ચાકુથી હુમલો કર્યો હતો. આ ઘર્ષણ વધારે ઉગ્ર બને તે પહેલા ક્રાઇમબ્રાંચની ટીમે આરોપીને નીચે પછાડી દીધો હતો. પોલીસનો કાફલો પણ આવી પહોંચતા આરોપીની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. 

નોંધનીય છે કે, પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા 12 ચીલઝડપથી કબુલાત કરી છે. ક્રાઇમબ્રાંચની ટીમ સવારે 05.30 વાગ્યે જાનકી પાર્કમાં મોર્નિંગ વોકના કપડા પહેરીને વોચ ગોઠવી હતી. તે દરમિયાન અશોક ડાંગર કોન્સ્ટેબલની નજર એક્ટિવા ચાલક પર પડીને વૃદ્ધો પર નજર રાખતો જોવા મળ્યો હતો. કોન્સ્ટેબલ ડાંગરને જોઇ એક્ટિવા ચાલક ડરીને નાસવા ગયો ત્યારે સ્લીપ થઇ ગયો હતો. 

જો કે આસપાસ પોલીસ ટીમ જોઇને છરી કાઢીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલ સાથે અથડાતા છરી રસ્તા પર પડી ગઇ હતી. તે છરી ઉઠાવે તે પહેલા કોન્સ્ટેબલ પુષ્પરાજે તેને પછાડી દીધો હતો. અન્ય ટીમોએ તેને ઘેરી લીધો હતો અને ઝડપી લીધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news