ડેડીયાપાડા પહોંચેલા ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન : હું રાજકારણમાં રહી ડબલ રોલમાં આવી શકું છું, ટાઇગર અભી ડરા નહિ

FIR against Aap Gujarat MLA : આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો નોંધાયો... પત્ની-PA સહિત ત્રણ કસ્ટડીમાં લેવાયા... ત્યારે આપના નેતા ઈસુદાન ગઢવી હોસ્પિટલમાં દાખલ ચૈતર વસાવાના પત્નીને મળવા પહોંચ્યા હતા 
 

ડેડીયાપાડા પહોંચેલા ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન : હું રાજકારણમાં રહી ડબલ રોલમાં આવી શકું છું, ટાઇગર અભી ડરા નહિ

Gujarat Politics : લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં નવા રંગ ઉમરાઈ રહ્યાં છે. ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધાતા રાજકારણ ગરમાયું છે. ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત ચાર લોકો સામે ગુનો નોંધાયો છે. વનવિભાગની જમીન ખેડાણ બાબતે થયેલ બબાલ બાદ બીટ ગાર્ડ દ્વારા ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ત્યારે આપના નેતા ઇસુદાન ગઢવી રાજપીપળાની મુલાકાતે પહોંચ્યા હતા. 

આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદના આધારે ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની અટકાયત કરવામાં આવી હતી. શકુંતલા વસાવાને રાજપીપળા જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે, જ્યુડિશિયલ કસ્ટડીમાં તેમની તબિયત બગડતા શકુંતલા વસાવાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે શકુંતલા વસાવાને મળવા માટે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જોકે, સિવિલ હોસ્પિટલમાં શકુંતલા વસાવાને મળવા જતા ઈસુદાન ગઢવીને અટકાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને પોતાના વિશે જણાવ્યું કે હું રાજકારણમાં રહી ડબલ રોલમાં આવી શકું છું. ટાઇગર અભી ડરા નહિ.

ઈસુદાન ગઢવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપે ખોટી રીતે ચૈતર વસાવા પર કેસ કર્યો છે. ચૈતર વસાવા નિર્દોષ છે અને ટુંક સમયમાં હાજર પણ થશે. આ આદિવાસી સમાજ પર હુમલો છે. ચૈતર વસાવા સામે ફરિયાદ કરવા માટે ભાજપના કયા નેતાના ફોન આવ્યા હતા.

ચૈતર વસાવા ચૂંટણી ના લડે એવા ભાજપના પ્રયાસ 
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, ચૈતર વસાવા લોકસભા લડવા માટે અમારા મજબૂત આગેવાન છે. AAP ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી લડાવવા ગંભીરતા વિચારણા કરી રહ્યું છે. ચૈતર વસાવા ચૂંટણી ના લડે એવા પ્રયત્નો ભાજપ કરી રહ્યું છે. વસાવાને યેનકેન દબાવી ભાજપમાં લઇ જવા પ્રયત્ન કરી રહ્યું છે. પરંતું અમે INDIA ગઠબંધન હેઠળ જ ગુજરાતમાં ચૂંટણી લડીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news