AAP ગુજરાતના 10 કોર્પોરેટર્સે પડખું ફેરવી લેતા ઈસુદાન ગઢવીએ ગિન્નાયા, જાણો શું કહ્યું
Aam Aadmi Party : આપના કોર્પોરેટરો ભાજપમાં જોડાવા અંગે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર. કોર્પોરેટરોને લોભ લાલચ આપવામાં આવી. ભાજપ આપથી ડરી ગઈ છે. અમારા નબળા, પોચા મનના લોકોને ડરાવવામાં આવ્યા...
Trending Photos
Isudan Gadhvi : સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. જેથી ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. સુરતમાં AAP ના 10 કોર્પોરેટરોએ કેસરિયો ધારણ કરતા ખળભળાટ મચી ગયો છે. પહેલાં 4 અને હવે વધુ 6 કોર્પોરેટરના રાજીનામા આપ્યા છે. આમ, કુલ 10 કોર્પોરેટરોએ કેસરિયા કર્યાં છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં તમામ 10 કોર્પોરેટરોએ ખેસ પહેર્યો છે. ત્યારે આ મુદ્દે ઈસુદાન ગઢવીએ કહ્યું કે, અમારા કોર્પોરેટરોને લોભ-લાલચ આપવામાં આવી છે. ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે.
મહત્વનું છે કે થોડા સમય અગાઉ ભાજપના 4 કોર્પોરેટરે રાજીનામા આપ્યા હતા. હવે વધુ 6 કોર્પોરેટરે આપથી કંટાળીને રાજીનામા ધરી દીધા છે. ત્યારે ઉધનામાં આવેલા ભાજપના કાર્યાલય ખાતે હર્ષ સંઘવી સહિતના નેતાઓની હાજરીમાં આ તમામ 10 કોર્પોરેટરોએ ભાજપને ખેસ ધારણ કરી લીધો છે.
અગાઉ કોણે રાજીનામા આપ્યા હતા તેવી વાત કરીએ તો
- વોર્ડ નં 2ના ભાવનાબેન સોલંકી
- વોર્ડ નં 3ના રૂતાબેન ખેની
- વોર્ડ નં 8ના જ્યોતિબેન લાઠિયા
- વોર્ડ નં 16ના વિપુલ મોવલિયા
વધુ જે 6 કોર્પોરેટરે રાજીનામા આપ્યા છે તેમના નામની વાત કરીએ તો,
- વોર્ડ નં 4ના ઘનશ્યામ મકવાણા
- વોર્ડ નં 4 ધર્મેન્દ્ર વાવલિયા
- વોર્ડ નં 5 અશોક ધામી
- વોર્ડ નં 5 કિરણ ખોખાણી
- વોર્ડ નં 5નિરાલી પટેલ
- વોર્ડ નં 17 સ્વાતિ ક્યાડા
ઈસુદાનના ભાજપ પર પ્રહાર
સુરતમાં AAPના 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા તે અંગે ગુજરાત AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, અમારા કોર્પોરેટરોને લોભ-લાલચ આપવામાં આવી છે. ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. ભાજપ પાસે ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા હોવાનો ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો. તો સાથે જ કહ્યુ કે, અમારા નબળા, પોચા મનના લોકોને ડરાવવામાં આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું કાવતરું રચવામાં આવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે