સંબંધ રાખવાની ના પાડતા યુવકે મહિલાની હત્યા કરી, નગ્ન હાલતમાં મળેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો

મહિલાની ઓળખ થયા બાદ પોલીસે હ્યુમન રીસોર્સથી તપાસ કરતા ગામમાં રહેતા સંજય પરમાર પર શંકા જતા પોલીસે સંજય પરમારને પોલીસ મથકમાં લાવી પુછપરછ કરતા સંજય પરમાર ભાંગી પડયો હતો અને તેણે જયાબેનની ગળુ દબાવી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

સંબંધ રાખવાની ના પાડતા યુવકે મહિલાની હત્યા કરી, નગ્ન હાલતમાં મળેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો

બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાનાં બોરસદ નજીક કસારી માર્ગ પરથી આજથી 20 દિવસ પૂર્વે હત્યા કરાયેલી મહિલાની નગ્ન હાલતમાં લાશ મળી આાવી હતી. જે ગુનામાં બોરસદ પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં પ્રેમસબંધ રાખવાની ના પાડતા મહિલાનું ગળુ દબાવી હત્યા કરાઈ હોવાનું પર્દાફાશ થયો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બોરસદ શહેરમાં કંસારી તરફ જવાનાં માર્ગ પર કેજીએન હોટલ પાસે ખેતરનાં ઝાડી ઝાંખરામાંથી આાજથી 20 દિવસ પૂર્વે હત્યા કરાયેલી મહિલાની નગ્ન હાલતમાં લાસ મળી આવતા બોરસદ પોલીસે ધટના સ્થળે દોડી જઈ મહિલાનાં મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરાવતા મહિલાની પાંચ સાત દિવસ પૂર્વે ગળુ દબાવી હત્યા કરાઈ હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા મહિલાની ઓળખ કસારી ગામે રહેતા 55 વર્ષિય જયાબેન દિનેશભાઈ પરમાર તરીકે થઈ હતી. તેમજ તેઓ 13મી ડીસેમ્બરનાં રોજ ધરેથી ધરકામ કરવા નિકળ્યા બાદ લાપતા થઈ ગયા હતા.

મહિલાની ઓળખ થયા બાદ પોલીસે હ્યુમન રીસોર્સથી તપાસ કરતા ગામમાં રહેતા સંજય પરમાર પર શંકા જતા પોલીસે સંજય પરમારને પોલીસ મથકમાં લાવી પુછપરછ કરતા સંજય પરમાર ભાંગી પડયો હતો અને તેણે જયાબેનની ગળુ દબાવી હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. સંજય પરમારને જયાબેન ગમતા હોઈ તે જયાબેન પર પોતાની સાથે પ્રેમસંબધ રાખવા દબાણ કરતો હતો.

પરંતુ જયાબેન મચક આપતા ના હોઈ સંજય પરમારે જયાબેન સાથે ઝધડો પણ કર્યો હતો. પરંતુ જયાબેનએ સબંધ રાખવાની ના પાડતા સંજયએ જયાબેનનું ગળુ દબાવી હત્યા કરી પુરાવાનો નાસ કરવા જયાબેનનાં શરીરે પહેરલા કપડા કાઢી નાખી નગ્ન લાસને કંસારી જવાનાં રોડ પર ઝાડી ઝાંખરામાં ફેંકી દીધી હતી. જેથી પોલીસે સંજય પરમારની હત્યાનાં ગુનામાં ધરપકડ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news