SURAT બાઇકને કટ મારવા જેવા સામાન્ય મુદ્દે યુવકનું ચપ્પુના ઘા મારીને જાહેરમાં રહેંસી નંખાયો

ક્રાઇમ સીટી બનેલા સુરતમાં બે દિવસ અગાઉ બનેલી હત્યાની ઘટનાએ ફરી એક પોલીસની કાયદો વ્યવસ્થા સ્થિતિ સામે સવાલો ઉભા કરી દીધા છે. શહેરના ગોડાદરામાં બે દિવસ પહેલાંની અંગત અદાવત રાખી ત્રણ જણાએ એક યુવકને ગણેશ મંડપના ભંડારા પાસે જ ચપ્પુના ઘા મારી રહેંસી નાંખ્યો હતો. મૂળ બિહારનો અમિતકુમાર રવાણી જે હાલ ગોડાદરાની પ્રિયંકા સોસાયટી વિભાગ-2માં રહે છે. તે ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે. શુક્રવારે રાત્રે તે બાઇક લઈને ઘરે આવતો હતો ત્યારે આરોપી અમિત યાદવ તેનું બુલેટ લઈને આવ્યો અને અમિતકુમારની બાઇકને કટ મારી ગાળો આપી ચાલ્યો ગયો હતો. 
SURAT બાઇકને કટ મારવા જેવા સામાન્ય મુદ્દે યુવકનું ચપ્પુના ઘા મારીને જાહેરમાં રહેંસી નંખાયો

તેજસ મોદી/સુરત : ક્રાઇમ સીટી બનેલા સુરતમાં બે દિવસ અગાઉ બનેલી હત્યાની ઘટનાએ ફરી એક પોલીસની કાયદો વ્યવસ્થા સ્થિતિ સામે સવાલો ઉભા કરી દીધા છે. શહેરના ગોડાદરામાં બે દિવસ પહેલાંની અંગત અદાવત રાખી ત્રણ જણાએ એક યુવકને ગણેશ મંડપના ભંડારા પાસે જ ચપ્પુના ઘા મારી રહેંસી નાંખ્યો હતો. મૂળ બિહારનો અમિતકુમાર રવાણી જે હાલ ગોડાદરાની પ્રિયંકા સોસાયટી વિભાગ-2માં રહે છે. તે ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે. શુક્રવારે રાત્રે તે બાઇક લઈને ઘરે આવતો હતો ત્યારે આરોપી અમિત યાદવ તેનું બુલેટ લઈને આવ્યો અને અમિતકુમારની બાઇકને કટ મારી ગાળો આપી ચાલ્યો ગયો હતો. 

શનિવારે રાત્રે સોસાયટીમાં ભંડારો હતો. જ્યાં અમિતકુમાર, તેના મિત્રો ચંદન પાસવાન અને આદિત્યસિંહ અખિલેશ રાજપુત જમવા ગયા હતા. આ ઉપરાંત આરોપી અમિત ઉર્ફ પ્રધ્યુમન યાદવ, રોહિત ઉર્ફ વિકી યાદવ અને રીતુરાજ પાસવાન પણ ત્યાં જ હતા. ત્યારે અમિતકુમારે મિત્ર ચંદનને કહ્યું કે, અમિત તેને હેરાન કરે છે, જેથી ચંદન અમિતને સમજાવવા જતાં અમિતે ઝઘડો કરી ચપ્પુ કાઢ્યું હતું. જેથી તમામ મિત્રો જીવ બચાવીને સોસાયટીમાં સંતાઈ ગયા હતા. જો કે, એક મિત્ર ન મળતાં તેને શોધવા માટે આદિત્યસિંહ બાઇક લઈને નીકળ્યો હતો, પરંતુ તે પરત આવ્યો ન હતો. 

થોડા સમયમાં તમામ મિત્રો આદિત્યસિંહને શોધવા નીકળ્યા ત્યારે બાજુમાં લક્ષ્મણનગર સોસાયટીમાં આદિત્યસિંહ ઘાયલ મળી આવ્યો હતો. આરોપી અમિત, રોહિત ઉર્ફ વિક્કી અને રીતુરાજે તેને ચપ્પુના ઘા મારતાં આદિત્યસિંહનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના અંગે એસીપી અભિજીત પરમારે જણાવ્યું હતું કે, અમિત, રોહિત અને રીતુરાજ અમિતકુમારને માર મારતા હતા. ત્યારે તેમના મિત્ર બોબી યાદવે આદિત્યસિંહને બચાવ્યો હતો. તે સમયે આદિત્યસિંહની બાઈક બંધ પડી ગઈ હતી. તેની બાઈક શરૂ થઈ તે પહેલાં આરોપીઓ ત્યાંથી આગળ ચાલ્યા ગયા હતા. થોડા સમયમાં બાઇક શરૂ થઈ અને આદિત્યસિંહ ત્યાંથી આગળ ગયો ત્યારે આરોપીઓએ ફરીથી તેને પકડી તેની કરપીણ હત્યા કરી નાખી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news