આખરે 'દાવ' થઈ ગયો! મહિલા બની નકલી ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી, પરંતુ એવી રીતે ફસાઈ કે...

આરોપી હર્ષાએ ફરિયાદી મહિલા સહિત તેના પરિવારની ધરપકડ કરવા જણાવી તમે ડ્રગ્સનો વ્યાપાર કરો છો, તમારી પર ડ્રગ્સનો ખોટો કેસ કરી દઈશ. પરિવાર આ સાંભળીને ભયભીત થઈ ગયો હતો.

 આખરે 'દાવ' થઈ ગયો! મહિલા બની નકલી ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી, પરંતુ એવી રીતે ફસાઈ કે...

સુરત: રાજ્યમાં નકલી પોલીસના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે સુરતમાં ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી તરીકે ઓળખ આપી પૈસા પડાવી લેનાર નકલી ડીસીપી મહિલા પોલીસની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. મહિલા સહિત તેના અન્ય બે સાગરિકોએ ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપ 70 હજાર પડાવી લીધા હતા.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પોલીસે હર્ષા નામની મહિલા સહિત તેના સાગરિક લાલુ અને પાર્થ પાંડેસરા શિવ નગરમાં રહેતા અલ્કા પ્રહલાદ પાટીલના ઘરે જઈ હું ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષા છું, તમારા ઘરમાં ડ્રગ્સ છે તમે ડ્રગ્સનો વ્યાપાર કરો છો કહી ઘરની તપાસ હાથ ધરી હતી. હર્ષા અને તેના બે સાગરીયોએ અસલી પોલીસની જેમ ફરિયાદી અલકાબેનના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 

આરોપી હર્ષાએ ફરિયાદી મહિલા સહિત તેના પરિવારની ધરપકડ કરવા જણાવી તમે ડ્રગ્સનો વ્યાપાર કરો છો, તમારી પર ડ્રગ્સનો ખોટો કેસ કરી દઈશ. પરિવાર આ સાંભળીને ભયભીત થઈ ગયો હતો. જો ડ્રગ્સનો કેસ નહીં કરવા માંગતા હોય તો તમારે મને ત્રણ લાખ રૂપિયા આપવા પડશે. પરિવાર પાસે એટલા પૈસા ન હોવાથી પરિવારે નકલી ડીસીપી હર્ષા પાસેથી સમય માંગ્યો હતો. ફરિયાદીએ પોતાના ઘર નજીક એક જ્વેલર્સમાં જઈ પોતાના ઘરના દાગીના વેચી નકલી ડીસીપી હર્ષાને આપ્યા હતા. આરોપી હર્ષા સહિત તેના બે સાગરીકો પૈસા લઈ ફરાર થઈ ગયા હતા.

સમગ્ર મામલે વિસ્તારમાં ભુમાબૂમ થતા આજુબાજુના લોકોએ આરોપી મહિલા સહિત તેના સાગરને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આરોપી નકલી ડીસીપી વર્ષાને લોકોએ પકડી પાડી પોલીસના હવાલે કરી હતી. જોકે બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા. 

સમગ્ર મામલે પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી કતારગામ ગોપીનાથ સોસાયટીમાં રહેતી પોતાની ઓળખ ડીસીપી તરીકે આપનાર આરોપી હર્ષા લવજીભાઈ ચોવડીયાની ધરપકડ કરી છે,લાલુ અને પાર્થને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપી હર્ષા ચોવડીયા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે કતારગામ પોલીસ મથકમાં અગાવ ખંડણીના 2 ગુના સહિત હની ટ્રેપના ગુનામાં પકડાઈ ચુકી છે હાલ પાંડેસરા પોલીસે આરોપી હર્ષા ની ધરપકડ કરી રિમાન્ડ મેળવી તેના બે સાગરીકોની શોધખોળ હાથ ધરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news