હનુમાન ચાલીસા બોલતા બાળકોને જમવાનું તદ્દન ફ્રી, રેસ્ટોરાંના માલિકનો નવતર પ્રયોગ...

જલારામ રેસ્ટોરાં માલિકે જણાવ્યું કે, આપણાં દેશમાં અનેક સંપ્રદાયો છે.  તમામ સંપ્રદાયો અન્ય કરતાં પોતે મહાન હોવાનો દાવો વ્યક્ત કરે છે. ત્યારે સનાતન ધર્મ જ સૌથી શ્રેષ્ઠ છે ગણાવતા અને સંસ્કૃતિને આગળ વધારવા માટે આ અનોખી યોજના અમલમાં મૂકી છે.

હનુમાન ચાલીસા બોલતા બાળકોને જમવાનું તદ્દન ફ્રી, રેસ્ટોરાંના માલિકનો નવતર પ્રયોગ...

ઝી બ્યુરો/રાજકોટ: શહેરના એક રેસ્ટોરાંના માલિકે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં ખાસ કરીને બાળકો ધાર્મિક તેમજ સનાતન સંસ્કૃતિથી માહિતગાર થાય તે માટે બાળકો માટે અનોખી ઓફર રાખી છે.  15 વર્ષથી નાના બાળકો જો હનુમાન ચાલીસા મોઢે બોલશે તો તે બાળકને અનલિમીટેડ ફૂડ આપવામાં આવશે. રેસ્ટારાં માલિકે આ સ્કીમ આજીવન ચાલુ રાખવાનું જણાવ્યું હતું. આ સ્કીમ હેઠળ એક લાખ બાળકો હનુમાન ચાલીસા બોલતા થાય તેવો ઉદ્દેશ છે.

જલારામ રેસ્ટોરાં માલિકે જણાવ્યું કે, આપણાં દેશમાં અનેક સંપ્રદાયો છે.  તમામ સંપ્રદાયો અન્ય કરતાં પોતે મહાન હોવાનો દાવો વ્યક્ત કરે છે. ત્યારે સનાતન ધર્મ જ સૌથી શ્રેષ્ઠ છે ગણાવતા અને સંસ્કૃતિને આગળ વધારવા માટે આ અનોખી યોજના અમલમાં મૂકી છે.

આ પ્રકારની યોજનાનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં સનાતન ધર્મ પ્રત્યે આદર વધે અને સનાતન ધર્મની તેઓમાં નાનપણથી સમજ આવે તે માટેનો છે.  એક લાખ બાળકો હનુમાન ચાલીસા મોઢે બોલે તેવો પ્રયાસ કરવામાં આવશે. 

આ  પ્રયોગને રેસ્ટોરાંમાં આવનારા લોકોએ પણ વધાવ્યો હતો. અહીં આવેલા ઘણા બાળકોએ કડકડાટ હનુમાન ચાલીસા બોલી હતી અને વિવિધ પ્રકારના ફ્રી ફૂડનો આનંદ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પ્રયોગ રાજકોટવાસીઓમાં લોકપ્રિય બની રહ્યો છે અને બાળકો સાથે આવતા વાલીઓ પણ બાળકોને હનુમાન ચાલીસા બોલવા અંગે પ્રોત્સાહન આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news